નવી દિલ્હીઃટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ વન ડે ઈન્ટરનેશનલમાં 3 બેવડી સદી ફટકારી છે. હિટમેને ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી, જે મેચ વિશે રોહિતે એક રસપ્રદ વાત શેર કરી છે.
રોહિતે આ વાત 2020માં ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે મેચ દરમિયાન જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં કેપ્ટન એમએસ ધોનીના શબ્દોની અવગણના કરી હતી.
ધોનીએ રોહિતને શું કહ્યું?
રોહિત શર્માએ નવેમ્બર 2013માં બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ મેચમાં રોહિત અને શિખર ધવન ઓપનર તરીકે ક્રિઝ પર આવ્યા હતા. પરંતુ ધવન 60 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી વિરાટ કોહલી (0), સુરેશ રૈના (28) અને યુવરાજ સિંહ (12) રન બનાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. 34મી ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 207 રન હતો.
જે બાદ ધોની છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે રોહિતને સાવધાનીથી અને ઇનિંગ્સના અંત સુધી રમવાની સલાહ આપી અને તેને પોતે જોખમ ઉઠાવવા કહ્યું. પરંતુ રોહિતે આ સલાહની અવગણના કરી અને ઓસ્ટ્રેલિયન બોલરો પર હુમલો કરવાનું બંધ ન કર્યું. ઈન્સ્ટા લાઈવ સેશન દરમિયાન રોહિતે એમ પણ કહ્યું કે, "પાર્ટનરશિપ દરમિયાન, તે (ધોની) મારી સાથે વાત કરતા હતા અને ચર્ચા કરતાં હતા કે તમે સેટ બેટ્સમેન છો, તમારે 50મી ઓવર સુધી બેટિંગ કરવાની છે' પરંતુ હું મોટા શોટ્સ માટે જોખમ ઉઠાવીશ. "