ગ્રોસ આઇલેટ (સેન્ટ લુસિયા): ભારતીય કેપ્ટન મેચ દરમિયાન ફુલ ફોર્મમાં હતો અને તેણે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 આકાશી છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. રોહિતે કોઈપણ ઓસ્ટ્રેલિયન બોલરની શરમ રાખી ન હતી અને આક્રમક બેટિંગ કરી હતી, અને મેદાનની ચારેબાજુ ધુંઆધાર બેટિંગ વડે ચોગ્ગા અને છગ્ગાની આંધી સર્જી દીધી હતી. મેચ જોવા માટે આવેલા મોટી સંખ્યામાં ભારતીય ચાહકોએ રોહિતના પ્રદર્શનનો ભરપૂર આનંદ માણ્યો હતો.
રોહિતની વિસ્ફોટક ઇનિંગને કારણે ભારતે 5 વિકેટના નુકસાન પર 205 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ રોહિત T20Iમાં 200 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.
રોહિત શર્માએ તોડેલા રેકોર્ડની યાદીઃ
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 92 રન (2024)
79 રન ઓસ્ટ્રેલિયા સામે (2010)
74 રન અફઘાનિસ્તાન સામે (2021)
T20 વર્લ્ડ કપમાં ભારત માટે ત્રીજી સૌથી તેજ અડધી સદી
12 બોલ - ઈંગ્લેન્ડ સામે (2007)
18 બોલ - ઈંગ્લેન્ડ સામે (2021)
19 બોલ -ઓસ્ટ્રેલિયા સામે (2024)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પ્રતિસ્પર્ધી સામે સૌથી વધુ છગ્ગા
130 - ક્રિસ ગેલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ