બ્રિસ્બેન:ભારત - ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ દરમિયાન અંતિમ ગાબા ટેસ્ટ મેચ બાદ ભારતના આ અનુભવી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. મૂળ ચેન્નાઈના રવિચંદ્રન અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે.
ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસનો સૌથી સફળ બોલર બની ગયો છે. આ પ્રવાસમાં તેઓ અત્યાર સુધી માત્ર એક મેચ રમ્યા છે. એડિલેડ બાદ તેને ગાબ ટેસ્ટમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા. અશ્વિને મુખ્ય કોચ ગંભીર સાથે લાંબી ચર્ચા કરી અને પછી પત્રકાર પરિષદમાં નિવૃત્તિની જાહેરાત કરી.
કેવી છે અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીઃ
આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ ઝડપી છે. તેના નામે 375 વિકેટ છે અને તેણે એક મેચમાં 8 વખત 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી છે. અશ્વિને T20માં 72 વિકેટ લીધી હતી. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 765 વિકેટ લીધી છે. અશ્વિને બેટ્સમેન તરીકે પણ પોતાની છાપ છોડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3503 રન અને કુલ 6 ટેસ્ટ સદી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે કુલ 8 સદી છે.
અશ્વિનની કારકિર્દીની વિશેષતાઓ:
આર અશ્વિને તેની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઘણા રેકોર્ડ ઉપરાંત તેણે 2011માં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો. તેણે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આ સિવાય અશ્વિને એશિયા કપ પણ જીત્યો હતો. અશ્વિને ટેસ્ટ મેચોમાં સૌથી વધુ શ્રેણીના એવોર્ડ જીત્યા છે.
અશ્વિને 106 ટેસ્ટ મેચોમાં 537 વિકેટ સાથે ભારતના બીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર તરીકે તેની 14 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત કર્યો. 38 વર્ષીય અશ્વિને ટેસ્ટમાં 37 વખત પાંચ વિકેટ ઝડપી છે, જે મુથૈયા મુરલીધરન (67) પછી બીજા ક્રમે છે.
અશ્વિને તેની કારકિર્દીમાં શું મેળવ્યું છે?
- અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 250, 300 અને 350 વિકેટ લેનાર બોલર છે.
- અશ્વિન ભારત માટે સૌથી ઝડપી 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450 અને 500 ટેસ્ટ વિકેટ ઝડપનાર ખેલાડી છે.
- અશ્વિને ચાર મેચમાં સદી ફટકારવાનો અને પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.
- અશ્વિન એક સિઝનમાં 82 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
- અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ડાબોડી બેટ્સમેનોને આઉટ કર્યા છે.
- અશ્વિને ભારતમાં સૌથી વધુ 383 વિકેટ લીધી છે.
- અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રેટિંગ મેળવનાર બેટ્સમેન છે.
ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમને અશ્વિન જેવો ખેલાડી, ઓલરાઉન્ડર - બોલર ભાગ્યે જ મળી શકશે. અશ્વિનની નિવૃત્તિની જાહેરાત બાદ ચાહકોને તેનો ક્રિકેટના જગતના એક યુગનો અંત માની રહ્યા છે.
આ પણ વાંચો:
- ગુજ્જુ બોય જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં બૂમ પડાવી દીધી…ટેસ્ટમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ
- બ્રેન્ડન મેક્કુલમના હોમ ગ્રાઉન્ડ પર અંગ્રેજોની શરમજનક હાર, તો બીજી બાજુ જીત સાથે કિવી ટીમને 'ગુડબાય'