રાજકોટ: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર અને રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમનાર રવિન્દ્ર જાડેજા બધા જ સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી આંતરાષ્ટ્રીય મેચની જેવુ જ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આ ડાબોડી સ્પિનરે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લીધા બાદ બીજી ઇનિંગમાં માત્ર 38 રન આપીને 7 વિકેટ ઝડપી કાઢી છે. દિલ્હીની ટીમ બીજા દાવમાં ફક્ત 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પહેલી ઇનિગ કરતાં વધુ ખતરનાક બોલિંગ કરી:
સૌરાષ્ટ્રનો સાવજ રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ બીજી ઇનિંગમાં તે વધુ ખતરનાક બની ગયો અને 7 વિકેટ લઈને વિરોધી ટીમનો નાશ કર્યો. બીજી ઇનિંગમાં, જાડેજાએ ઋષભ પંતને પણ એકલો છોડ્યો નહીં. જાડેજાના વિનાશક બોલ સામે દિલ્હીની ટીમ શરણાગતિ સ્વીકારતી હોય તેવું લાગતું હતું. દિલ્હીની ટીમ બીજા દાવમાં ફક્ત 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં માત્ર 38 રન આપીને 7 વિકેટ લીધી. આ રીતે, જાડેજાએ મેચમાં કુલ 12 વિકેટ લીધી.
- મહત્વની વાત એ છે કે ચેમ્પિયનસ ટ્રોફી 2025માં સમાવિષ્ટ અન્ય સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત કરતાં જાડેજા એક માત્ર એવો ખેલાડી છે જેને રણજીમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું છે, જે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે.
બીજી ઇનિંગમાં જાડેજાએ દિલ્હીના સ્ટંપ ઉડાળી દીધા:
રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ ડાબોડી સ્પિનર રાજકોટની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર ઓપનિંગ બોલિંગ કરવા આવ્યો હતો. આવતાની સાથે જ તેણે બોલ પકડીને બોલિંગ શરૂ કરી. પરિણામે, દિલ્હીના બેટ્સમેનોને વિકેટ પર ટકી રહેવું મુશ્કેલ બન્યું. આ ડાબા હાથના સ્પિનરે દિલ્હીના ઓપનર સનત સાંગવાનને આઉટ કર્યો. આ પછી અર્પિત રાણા પણ જાડેજાનો શિકાર બન્યો. જાડેજાએ જોન્ટી સિદ્ધુ અને પછી ઋષભ પંતને પણ આઉટ કર્યા. તેણે મયંક ગુસાઈને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ પૂર્ણ કરી.