પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા 50 કિગ્રા કુસ્તીમાં ભારત હજુ પણ સિલ્વર મેડલ મેળવી શકે છે, કારણ કે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયા બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી છે . ફોગાટ, જે સુવર્ણ ચંદ્રક માટે યુનાઇટેડ સ્ટેટ્સની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે સ્પર્ધા કરવાની હતી. તેને બુધવારે વજન મર્યાદાનો ભંગ કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.
આજે આવશે CASનો નિર્ણય:
અહેવાલો અનુસાર, ફોગાટે CASને સિલ્વર મેડલ આપવા વિનંતી કરી છે. તેનો નિર્ણય આજે એટલે કે ગુરુવારે સવારે આવવાની ધારણા આવવાનો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 'વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં પોતાની અયોગ્યતા પર અપીલ કરી છે અને સિલ્વર મેડલની માંગ કરી છે. CAS આજે પોતાનો નિર્ણય જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, જો CAS વિનેશના પક્ષમાં નિર્ણય આપે છે, તો IOCએ વિનેશને સંયુક્ત સિલ્વર મેડલ આપવો પડશે.
માત્ર 100 કિલો વજન વધુ હતું:
ફોગાટે મંગળવારે રાત્રે રમાયેલી સેમિફાઇનલમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેનું વજન નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ અંગે ભારતીય ઓલિમ્પિક ટીમના ચીફ મેડિકલ ઓફિસર દિનશા પારડીવાલાએ ખુલાસો કર્યો હતો કે, ફોગાટે તેની સેમી ફાઈનલ મેચ બાદ 2.7 કિલો વજનની મર્યાદા વટાવી દીધી હતી. તેણે કહ્યું કે તેના ખોરાક અને પાણીના સેવનને મર્યાદિત કરીને તેનું વજન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં અમે નિષ્ફળ રહ્યા હતા.
વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી:
પેરિસ ઓલિમ્પિકમાં આ હૃદયદ્રાવક નિર્ણય પછી, ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે આજે સવારે નિવૃત્તિની જાહેરાત કરી. તેના X એકાઉન્ટ પર તેની માતા પ્રેમલતાને સંબોધીને વિનેશે લખ્યું, 'મા, કુસ્તી જીતી, હું હારી ગઈ... મને માફ કરો, તમારા સપના અને મારી હિંમત, બધું તૂટી ગયું છે. હવે મારી પાસે વધુ તાકાત નથી. 2001-2024 કુસ્તીને અલવિદા. હું આપ સૌની ઋણી રહીશ. મને માફ કરો'.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન:
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં માત્ર 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે, જે તમામ શૂટરોએ જીત્યા છે. 10 મીટર એર રાઈફલ, 25 મીટર પિસ્તોલ, સ્કીટ ટીમ, બેડમિન્ટન સિંગલ્સ, મિશ્ર તીરંદાજી ટીમ ઈવેન્ટ્સ અને વેઈટલિફ્ટિંગ સહિત અન્ય ઈવેન્ટ્સમાં ચોથા સ્થાને રહીને દેશ મેડલથી ચૂકી ગયું છે.