હૈદરાબાદ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB ઇંગ્લિશ ખેલાડીઓને PSL 2025 રમવાની મંજૂરી ન આપવા અને લીગમાંથી ઘણા વિદેશી ક્રિકેટરોના નામ પરત ખેંચવાને કારણે નારાજ છે. આ ઉપરાંત, એવી પણ સંભાવના છે કે, આવતા વર્ષે PSL અને IPL સિઝનની તારીખો એકસાથે ટકરાશે, જેના કારણે ખેલાડીઓની ઉપલબ્ધતા ટીમ ફ્રેન્ચાઇઝી માટે સમસ્યા ઊભી કરી શકે છે.
ટીમ ફ્રેન્ચાઇઝી માટે સૌથી મોટી સમસ્યા:
ટીમ ફ્રેન્ચાઇઝી માટે ખેલાડીઓની ઉપલબ્ધતા સૌથી એ સૌથી મોટી સમસ્યા બનશે. PSL ફ્રેન્ચાઇઝીના માલિકોએ તાજેતરમાં IPLની હરાજીમાં ન વેચાયેલા વિદેશી ખેલાડીઓની યાદી PCBને સુપરત કરી હતી જેથી કરીને તેઓ પાકિસ્તાન સુપર લીગના પ્લેયર્સ ડ્રાફ્ટ માટે નોંધાયેલા હોય.
પીએસએલ અને આઈપીએલની તારીખો ટકરાવાની શક્યતા:
પીએસએલ અને આઈપીએલની આગામી સિઝનની તારીખો એકબીજા સાથે ટકરાય તેવી શક્યતા છે. જેના કારણે મોટાભાગના ખેલાડીઓ પીએસએલમાં રમવાને બદલે ઈન્ડિયન લીગ આઈપીએલમાં રમવાનું પસંદ કરશે. તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, આદિલ રાશિદ, એલેક્સ કેરી, કેશવ મહારાજ, શાઈ હોપ, ડેરીલ મિશેલ, જોની બેયરસ્ટો, અકીલા હુસૈન સહિત ઘણા હાઈ-પ્રોફાઈલ વિદેશી ક્રિકેટરો IPL 2025ની હરાજીમાં વેચાયા ન હતા.