ગુજરાત

gujarat

ETV Bharat / sports

છ મહિના બાદ મીરાબાઈ મેદાને ઉતરશે, પેરિસ ઓલિમ્પિક્સ પર નજર રહેશે - Mirabai Chanu - MIRABAI CHANU

ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા લિફ્ટર મીરાબાઈ ચાનુ છ મહિનાની ઇજામાંથી રિકવરી બાદ ફરી મેદાને ઉતરશે. પેરિસ ગેમ્સમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરવા માટે IWF વર્લ્ડ કપમાં ભાગ લેશે.

છ મહિના પછી મીરાબાઈ ચાનું મેદાને ઉતરશે
છ મહિના પછી મીરાબાઈ ચાનું મેદાને ઉતરશે

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 10:54 AM IST

થાઇલેન્ડ : ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ છ મહિનાની ઈજા બાદ સ્પર્ધાત્મક એક્શનમાં પરત ફરી છે. મીરાબાઈ પેરિસ ગેમ્સમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરવા માટે IWF વર્લ્ડ કપમાં ભાગ લેશે. IWF વર્લ્ડ કપ માત્ર અંતિમ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઈવેન્ટ નથી, પરંતુ પેરિસ ગેમ્સ માટે ફરજિયાત ક્વોલિફાયર પણ છે.

મીરાબાઈનું કમબેક : ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ દરમિયાન મીરાબાઈ ચાનુને હિપ ટેન્ડોનાઇટિસનો સામનો કરવો પડ્યો હતો. હવે મીરાબાઈ સ્વસ્થ થઈ રહી છે અને પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મીરાબાઈનો વર્લ્ડ કપનું પ્રદર્શન તેના માટે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ ફિક્સ કરવા માટે પૂરતું હશે. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મીરાબાઈ 49 કિગ્રા ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેન્કિંગમાં (OQR) ચીનની જિયાન હુઇહુઆને પાછળ રાખીને બીજા ક્રમે છે.

પેરિસ ઓલિમ્પિક : 2024 ઓલિમ્પિક લાયકાત નિયમો હેઠળ, 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડ કપ ફરજિયાત ઇવેન્ટ છે. આ બે ટુર્નામેન્ટ સિવાય એક ખેલાડીએ 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ, 2023 કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સ, 2023 ગ્રાન્ડ પ્રિકસ 1, 2023 ગ્રાન્ડ પ્રિકસ 2 અને 2024 કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સમાંથી ઓછામાં ઓછી ત્રણ ઇવેન્ટમાં ભાગ લેવો આવશ્યક છે.

ક્વોલિફાઇંગ નિયમો : મીરાબાઈ ચાનુએ આ માપદંડ પૂરો કર્યો છે. મીરાબાઈએ 2022 વર્લ્ડ ચેમ્પિયનશીપ અને 2023 એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ઉપરાંત અનુક્રમે બીજા અને છઠ્ઠા સ્થાને રહી હતી. બાદમાં 2023 વર્લ્ડસ અને ગ્રાન્ડ પ્રિકસ 2 માં મીરાબાઈ ઇજાને કારણે બાર્બેલ ઉઠાવી ન શકી, પરંતુ પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય કરવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી.

વર્લ્ડ કપના અંતે ટોચના 10 લિફ્ટર્સે તમામ માપદંડ પૂરા કર્યા અને તેમના વર્ગમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થયા છે. ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સમાં શ્રેષ્ઠ ત્રણ પ્રદર્શનને અંતિમ મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે. 2022 વર્લ્ડમાં મીરાબાઈ ચાનુએ કુલ 200 kg (87kg+113kg) ઉપાડ્યો હતો.

મણિપુરી લિફ્ટર મીરાબાઈએ છેલ્લા બે વર્ષમાં ઇજાઓ સાથે સંઘર્ષ કર્યો છે. તેણે 185 કિલો વજન લિફ્ટ કરી એન્ટ્રી કરી, જે તેના વ્યક્તિગત શ્રેષ્ઠ 207 કિગ્રા (88 કિગ્રા + 119 કિગ્રા) કરતા ઘણું દૂર છે. તેના આધારે મીરાબાઈ સ્પર્ધાના ગ્રુપ B માં રાખવામાં આવી અને તે મેડલની દાવેદારીમાં હોય તેવી શક્યતા નથી. જે લિફ્ટર્સ સૌથી વધુ એન્ટ્રી વેઇટ નોંધાવે છે તેમને ગ્રુપ A અને ત્યારબાદ B ગ્રુમમાં સ્થાન મળે છે.

ચીનના હુઈહુઆ અને ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઈ પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે એકબીજાની વચ્ચે લડી રહ્યા છે. તેમણે ઉત્તર કોરિયાના રી સોંગ ગમ સાથે મળીને 210 કિગ્રાના સૌથી વધુ વજનમાં પ્રવેશ કર્યો છે. મીરાબાઈ ચાનુએ છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો ત્યારે તેનો અંત દુઃખદ હતો. બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન મીરાબાઈને ક્લીન એન્ડ જર્ક લિફ્ટનો પ્રયાસ કરતી વખતે તેની હિપમાં ઈજા થઈ હતી.

IWF વર્લ્ડ કપમાં ભાગ લેશે : લાંબી ઇજામાંથી પરત ફર્યા બાદ 29 વર્ષીય મીરાંબાઈ બહુપ્રતિક્ષિત 90kg સ્નેચ લિફ્ટનો પ્રયાસ કરે અથવા તેના ક્લીન-એન્ડ-જર્ક ટ્રાયમાં સુધારો કરે તેવી શક્યતા નથી. મુખ્ય કોચ વિજય શર્માએ જણાવ્યું હતું કે, તે ઈજામાંથી પરત આવી રહી છે, વી વિલ ટેક ઈટ સ્લો. તે પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ છે, તેથી તેને અહીં ખેંચવાનો કોઈ અર્થ નથી. અમે ઈચ્છીએ છીએ કે તે યોગ્ય સમયે શ્રેષ્ઠ પ્રદર્શન પર આવે.

મીરાબાઈ ચાનુ સ્નેચને અસર કરતી પીઠની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી છે. તે 2020 થી 90 kg માર્કને તોડવાનો પ્રયાસ કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા બિંદિયારાની દેવી બીજી ભારતીય છે. જોકે, તે 55 કિગ્રા ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે, જે નોન-ઓલિમ્પિક વજન વર્ગ છે.

  1. Wushu International Championship : રશિયામાં વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ લઇ આવી શ્રીનગરની ટ્વીન્સ બહેનો
  2. Surat Gymnastics Player : સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર પ્રકૃતિ શિંદે, 21 વર્ષની વયમાં 33 ગોલ્ડ મેડલ જીત્યાં

ABOUT THE AUTHOR

...view details