નવી દિલ્હીઃ વિદેશી ખેલાડીઓ માટે આઈપીએલ અને અન્ય દેશોની ઘરેલુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો સામાન્ય બાબત છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ અને ઓસ્ટ્રેલિયાની શેફિલ્ડ શિલ્ડ જેવી ટુર્નામેન્ટમાં ભાગ લે છે. પરંતુ વિદેશી ખેલાડીઓને ભારતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિદેશી ખેલાડીઓને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપતું નથી. ભારતીય ક્રિકેટના વિકાસને કારણે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના આ પગલા પાછળનું કારણ દેશમાં ઉપલબ્ધ પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ લાવવાનું છે. દેશભરમાં ઘણા બધા ક્રિકેટરો હોવાથી બોર્ડનું માનવું છે કે, દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીએ ભારતીય ખેલાડીઓની સેવા કરવી જોઈએ.
વિદેશી ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવાની મંજૂરી આપવા પાછળનું કારણ સ્પષ્ટ છે. BCCI ઈચ્છે છે કે સ્થાનિક ભારતીય ખેલાડીઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ મળે અને તેમની પ્રતિભા અને ઉત્તમ પ્રદર્શનના કારણે તેઓ સરળતાથી રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી શકે. આનાથી ભારતીય યુવા ખેલાડીઓને સુરક્ષા મળે છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી તેમની જગ્યા ન લઈ શકે.