જેદ્દાહ (સાઉદી અરેબિયા): ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેગા ઓક્શનના બીજા દિવસે આજે જેદ્દાહમાં 205 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાંથી 77 ખેલાડીઓને હરાજીમાં અલગ-અલગ ટીમોએ ખરીદ્યા હતા. ત્યારબાદ હરાજીનો એક ઝડપી રાઉન્ડ થયો, જેમાં તમામ 10 ટીમોએ 33 ખેલાડીઓ માટે બોલી લગાવી અને તેમને પોતપોતાની ટીમમાં સામેલ કર્યા. આ રીતે આજે 10 ફ્રેન્ચાઈઝી દ્વારા કુલ 110 ખેલાડીઓને પોતપોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
તે જ સમયે, 86 ખેલાડીઓ એવા હતા, જેમને હરાજીના બીજા દિવસે કોઈ ખરીદદાર મળ્યો ન હતો. આ ઉપરાંત, 9 ખેલાડીઓ એવા હતા જેઓ હરાજીના ઝડપી રાઉન્ડમાં પણ વેચાયા ન હતા. આ રીતે આજે કુલ 95 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા.
આઈપીએલ હરાજીના બીજા દિવસની સૌથી મોટી હાઈલાઈટ બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રૂ. 30 લાખની બ્રેસ કિંમતથી રૂ. 1 કરોડ 10 લાખમાં વેચવામાં આવી હતી. વૈભવ આઇપીએલના ઇતિહાસમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
આ સમાચારમાં, અમે તમને IPL ઓક્શન અને અંંતિમ રાઉન્ડમાં વેચાયેલા અને ન વેચાયેલા તમામ ખેલાડીઓના નામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેમને કઈ ટીમે કેટલી રકમમાં ખરીદ્યા છે.