જેદ્દાહ (સાઉદી અરેબિયા): ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની હરાજીનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. 24 નવેમ્બર, રવિવારના રોજ IPL મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 84 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. જેમાંથી 72 ખેલાડીઓને અલગ-અલગ ટીમોએ ખરીદ્યા હતા. તે જ સમયે, 12 ખેલાડીઓ એવા હતા જેમને હરાજીના પ્રથમ દિવસે કોઈ ખરીદદાર મળ્યો ન હતો.
આટલા ખેલાડી પર બોલી લાગી:
- કેન વિલિયમસ્ન : અનસોલ્ડ
- રોમન પોવેલ: 1 કરોડ 50 લાખ, કલકત્તા નાઈટ રાઈડર્સ
- ફાફ ડુ પ્લેસ : 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
- અજિંક્ય રહાણે: અનસોલ્ડ
- પૃથ્વી શો: અનસોલ્ડ
- શાર્દૂલ ઠાકુર: અનસોલ્ડ
- વોશિંગ્ટન સુંદર: 3 કરોડ 20 લાખ, ગુજરાત ટાઈટન્સ
- સેમ કુરન: 2 કરોડ 40 લાખ, ચેન્નઈ સુપર કિંગ્સ
- માર્કો જેન્સેન: 7 કરોડ, પંજાબ કિંગ્સ
- કૃણાલ પંડ્યા: 5 કરોડ 75 લાખ, રોયલ ચેન્જર બેંગલોર
- નીતીશ રાણા: 4 કરોડ 20 લાખ, રાજસ્થાન રોયલ
- શાઈ હોપ: અનસોલ્ડ
- રેયાન રિકલ્ટન: 1 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
- કે. એસ ભરત: અનસોલ્ડ
- જોશ ઇંગ્લિસ: 2 કરોડ 60 લાખ, પંજાબ કિંગ્સ
- એલેક્સ કેરી: અનસોલ્ડ
- ડોનોવન ફેરેરા: અનસોલ્ડ:
- ડેરીલ મિશેલ: અનસોલ્ડ
- તુષાર દેશપાંડે: 6 કરોડ 50 લાખ, રાજસ્થાન રોયલ
- ગેરાલ્ડ કોએત્ઝી: 2 કરોડ 40 લાખ, ગુજરાત ટાઈટન્સ
- ભુવનેશ્વર કુમાર: 10 કરોડ 75 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- મુકેશ કુમાર: 8 કરોડ, દિલ્હી કેપિટલ્સ
- દીપક ચહર: 9 કરોડ 25 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- આકાશ દીપ: 8 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
- લોકી ફર્ગ્યુસન: 2 કરોડ, પંજાબ કિંગ્સ
- મુજીબ ઉર રહેમાન: અનસોલ્ડ
- અલ્લાહ ગજનફર: 4 કરોડ 8 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- કેશવ મહારાજ: અનસોલ્ડ
- આદિલ રશીદ: અનસોલ્ડ
- અકીલ હુસેન: અનસોલ્ડ
- શુભમ દુબે: 80 લાખ, રાજસ્થાન રોયલ
- અંશુલ કંબોજ: 3 કરોડ 4 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
- અરશદ ખાન: 1 કરોડ 3 લાખ, ગુજરાત ટાઈટન્સ
- દર્શન નાલકંડે: 30 લાખ, દિલ્લી કેપિટલ્સ
- સ્વપ્નિલ સિંઘ: 50 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- મુકેશ ચૌધરી: 30 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
- ગુરનૂર બ્રાર: 1 કરોડ, 30 લાખ, ગુજરાત ટાઈટન્સ
- સકીબ હુસેન: અનસોલ્ડ
- વિધ્વથ કાવેરપ્પા: અનસોલ્ડ
- રાજન કુમાર: અનસોલ્ડ
- શેખ રશીદ: 30 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
- એમ સિદ્ધાર્થ: 75 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
- દિવ્યેશ સિંહ: 30 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
- ઝીશાન અન્સારી: 40 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ
- બેન ડકેટ: અનસોલ્ડ
- પ્રશાંત સોલંકી: અનસોલ્ડ
- જાથવેધ સુબ્રમણ્યન: અનસોલ્ડ
- ફીન એલન: અનસોલ્ડ
- ડીવાલ્ડ બ્રેવિસ: અનસોલ્ડ
- બેન ડકેટ: અનસોલ્ડ
- મનીષ પાંડે: 75 લાખ, કલકત્તા નાઈટ રાઈડર્સ
- શેરફેન રધરફોર્ડ: 2 કરોડ 60 લાખ, ગુજરાત ટાઈટન્સ
- શાહબાઝ અહમદ: 2 કરોડ 40 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
- મોઈન અલી: અનસોલ્ડ
- ટીમ ડેવિડ: 3 કરોડ, રોયલ ચેલેન્જર બેંગલોર
- દિપક હુડા: 1 કરોડ 70 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
- વિલ જેક્સ: 5 કરોડ 25 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- અઝમતુલ્લા ઓમરઝાઈ: 2 કરોડ 40 લાખ, પંજાબ કિંગ્સ
- સાઈ કિશોર: 2 કરોડ, ગુજરાત ટાઈટન્સ (RTM CARD)
- રોમારિયો શેફર્ડ: 1 કરોડ 50 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- જોશ ફિલિપ: અનસોલ્ડ
- સ્પેન્સર જૉનસન: 2 કરોડ 80 લાખ, કલકત્તા નાઈટ રાઈડર્સ
- ઉમરાન મલિક: અનસોલ્ડ
- મુસ્તફિઝિર રહેમાન: અનસોલ્ડ
- ઈશાંત શર્મા: 75 લાખ, ગુજરાત ટાઈટન્સ
- નુવાન તુષારા: 1 કરોડ 60 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- નવીન ઉલ હક: અનસોલ્ડ
- જયદેવ ઉનાડકટ: 1 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
- ઉમેશ યાદવ: અનસોલ્ડ
- રિશાદ હુસૈન: અનસોલ્ડ
- હરનૂર સિંહ પન્નુ: 30 લાખ, પંજાબ કિંગ્સ
- આન્દ્રે સિદ્ધાર્થ: અનસોલ્ડ
- યુદ્ધવીર સિંહ : 35 લાખ, રાજસ્થાન રોયલ
- ઋષિ ધવન: અનસોલ્ડ
- રાજવર્ધન : અનસોલ્ડ
- આરશીન કુલકર્ણી: અનસોલ્ડ
- શિવમ સિંઘ: અનસોલ્ડ
- એલ.આર ચેથન: અનસોલ્ડ
- અશ્વિની કુમાર: 30 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- આકાશ સિંઘ: 30 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
- ગુરજપનીત સિંહ: 2 કરોડ 20 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
- રાઘવ ગોયેલ: અનસોલ્ડ
- બૈલાપુડી યસવન્ત: અનસોલ્ડ
- પાથુમ નિસાનકા: અનસોલ્ડ
- સ્ટીવ સ્મિથ: અનસોલ્ડ
- ગસ એટકિંસન: અનસોલ્ડ
- સિકંદર રઝા: અનસોલ્ડ
- મિચેલ સેન્ટનર: 2 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ
- જયંત યાદવ: 75 લાખ, ગુજરાત ટાઈટન્સ
- ફઝલહક ફારૂકી: 2 કરોડ, રાજસ્થાન રોયલ્સ
- રિચાર્ડ ગ્લિસન: અનસોલ્ડ
- અલઝારી જોસેફ: અનસોલ્ડ
- ક્વેના મફાકા: અનસોલ્ડ
- કુલદીપ સેન: 80 લાખ, પંજાબ કિંગ્સ
- રીસ ટોપલે: 75 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- લ્યુક વુડ: અનસોલ્ડ
- સચિન દસ: અનસોલ્ડ
- પ્રિયાંશ આર્યા: 3 કરોડ 80 લાખ, પંજાબ કિંગ્સ
- મનોજ ભંડાગે: 30 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- વિપરાજ નિગમ: 50 લાખ, દિલ્લી કેપિટલ્સ
- શ્રીજીથ ક્રિષ્ના: 30 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
- અર્પિત ગુલએરિયા: અનસોલ્ડ
- જેકબ બેથેલ: 2 કરોડ 60 લાખ, રોયલ ચેલેન્જર બેંગલોર
- બ્રેડન કાર્સી: 1 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
- આરોન હાર્ડી: 1 કરોડ 25 લાખ, પંજાબ કિંગ્સ
- સરફરાઝ ખાન: અનસોલ્ડ
- કાયલ મેયર્સ: અનસોલ્ડ
- કમીનડું મેન્ડિસ: 75 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ
- મેથ્યુ શોર્ટ: અનસોલ્ડ
- જેસન બેહરેનડોર્ફ: અનસોલ્ડ
IPL 2025ની હરાજીનો પ્રથમ દિવસ ઐતિહાસિક રહ્યો
IPL 2025ની હરાજીનો પ્રથમ દિવસ ઐતિહાસિક રહ્યો. જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સે IPL ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવી અને 27 કરોડ રૂપિયામાં ઋષભ પંતને પોતાની ટીમમાં સામેલ કર્યો. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે ₹26.75 કરોડમાં ખરીદ્યો હતો. તે જ સમયે કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ અય્યર પર ઘણા પૈસા ખર્ચ્યા અને 23.75 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. હરાજીના પહેલા દિવસે સૌથી મોંઘો ખેલાડી ભારતનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હતો.
ભારતીય ઝડપી ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર આ હરાજીમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે હરાજીના બીજા દિવસે બાકીના ખેલાડીઓના ભાવિનો ફેંસલો થશે.