ગુજરાત

gujarat

ETV Bharat / sports

શિવમ દુબે અને સાઈ સુદર્શને બનાવ્યો મોટો રેકોર્ડ, પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા - IPL 2024

Sai Sudharsan and Shivam Dube: ભારતીય બેટ્સમેન શિવમ દુબે અને સાઈ સુદર્શને ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ નોંધાવી છે. આ બંનેના નામે બે મોટા રેકોર્ડ નોંધાયા છે.

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024 (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 4:14 PM IST

નવી દિલ્હી:IPL 2024માં ભારતીય ક્રિકેટરોનો જલવો જોવા મળી રહ્યો છે. શિવમ દુબે અને સાઈ સુદર્શન આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શિવમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે જ્યારે સુદર્શન ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે. ગયા શુક્રવારે રમાયેલી મેચમાં આ બંનેએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં GTએ CSKને 35 રનથી હરાવ્યું હતું.

શિવમ દુબે સિક્સર કિંગ બન્યો: શિવમ દુબે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 સિક્સર મારનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. શિવમે આઈપીએલની 63 મેચોની 59 ઈનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું છે. તેણે 992 બોલનો સામનો કરીને કુલ 100 સિક્સર ફટકારી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે. આ સિઝનમાં તેનું બેટ ઘણા રન બનાવી રહ્યું છે. તેણે 12 મેચમાં 3 અડધી સદીની મદદથી 371 રન બનાવ્યા છે.

સુદર્શને કર્યું મોટું કારનામું: ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન સાઈ સુદર્શન IPLમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બની ગયા છે. સુદર્શને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 23 ઈનિંગ્સમાં પોતાના 1000 રન પૂરા કર્યા છે. તેણે સચિન તેંડુલકરને (31 ઇનિંગ્સમાં 1000 રન) પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. આ સિઝનમાં તેણે 12 મેચમાં 1 સદી અને 2 અડધી સદીની મદદથી 527 રન બનાવ્યા છે. સાઈ સુદર્શને તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 25 મેચમાં 1 સદી અને 6 અડધી સદી સાથે 1034 રન બનાવ્યા છે.

  1. ગુજરાત સામેની મેચમાં મેદાનમાં પહોચ્યો ધોનીનો ફેન, જુઓ વિડીયો - MS DHONI FANS

ABOUT THE AUTHOR

...view details