નવી દિલ્હી: આજે IPL 2024માં 38મી મેચ રાજસ્થાન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. રાજસ્થાન સામે મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી મેચ હશે. આ પહેલા બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને મુંબઈને હરાવ્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ રમવા આવશે ત્યારે તેનો ઈરાદો તેની અગાઉની હારનો બદલો લેવાનો હશે. મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે.
પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ: રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે જેમાં રાજસ્થાને 6 મેચ જીતી છે. તેઓ ગુજરાત જાયન્ટ્સ સામેની નજીકની મેચમાં હારી ગયા હતા. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ 7માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
રાજસ્થાનનું મજબુત પાસું:રાજસ્થાન ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનનો ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર શરૂઆતની મેચોમાં રન નથી બનાવી શક્યો પરંતુ તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલનું ફોર્મ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. સંજુ સેમસને પણ ખરા સમયે સારી ઇનિંગ્સ રમી છે. રિયાન પરાગે પણ ઝડપી ઈનિંગ્સ રમીને ટીમને જીત અપાવી છે. બોલિંગમાં તમામ બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની કમજોરી: મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈની ટીમમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, જસપ્રિત બુમરાહ જેવા ખતરનાક ખેલાડીઓ છે પરંતુ ટીમનું પ્રદર્શન અત્યાર સુધી જેવું રહ્યું નથી. છેલ્લી મેચમાં પણ પંજાબ સામે 40 રનમાં 5 ખેલાડીઓને આઉટ કર્યા બાદ મેચ નજીકના અંતરથી જીતી હતી. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ આ મેચ હારી જશે. મુંબઈના તમામ બેટ્સમેનોએ ફોર્મમાં આવવું પડશે.