ગુજરાત

gujarat

ETV Bharat / sports

દિલ્હી કેપિટલ્સનેે ઝટકો, રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો - Rishabh Pant - RISHABH PANT

Rishabh Pant suspended for 1 match: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ધીમી ઓવર રેટ માટે મોટી સજા આપવામાં આવી છે.

Etv BharatRishabh Pant
Etv BharatRishabh Pant (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 5:18 PM IST

નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 7 મેના રોજ રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટ માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL 2024માં તેના પર ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો છે, તેથી તેને હવે એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મહત્વની મેચ પહેલા દિલ્હીની ટીમને મોટો ફટકો પડ્યો છે. પંત આ સિઝનમાં બેટથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

પંતને 1 મેચનો દંડ: IPL દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 'દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ઇન્ડિયન પ્રીમિયર લીગની 56મી મેચ દરમિયાન તેની ટીમે ધીમી ઓવર-રેટ જાળવી રાખ્યા બાદ IPL આચાર સંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી.

બાકીના ખેલાડીઓને પણ સજા મળી:IPLમાં ન્યૂનતમ ઓવર-રેટ અપરાધની શ્રેણીમાં આવે છે. આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની ટીમનો આ સીઝનનો ત્રીજો ગુનો હતો, તેથી રિષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સાથે પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યો પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે ઈમ્પેક્ટ પ્લેયર પર 12 લાખ રૂપિયાનો વ્યક્તિગત દંડ પણ લગાવવામાં આવ્યો છે. આઈપીએલ આચાર સંહિતાની કલમ 8 મુજબ, દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલને સમીક્ષા માટે BCCIને મોકલવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

દિલ્હી કેપિટલ્સનો આગામી મુકાબલો:દિલ્હીમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો આગામી મુકાબલો 12 મેના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે અને સસ્પેન્શન બાદ પંત આ મેચમાં રમી શકશે નહીં.

  1. ગુજરાત સામેની મેચમાં મેદાનમાં પહોચ્યો ધોનીનો ફેન, જુઓ વિડીયો - MS DHONI FANS

ABOUT THE AUTHOR

...view details