ગુજરાત

gujarat

ETV Bharat / sports

અંગક્રિશ રઘુવંશીએ ડેબ્યું મેચમાં કરી દિધી કમાલ, તોડ્યો 16 વર્ષ જૂનો આ રેકોર્ડ - Angkrish Raghuvanshi - ANGKRISH RAGHUVANSHI

અંગક્રિશ રઘુવંશીએ દિલ્હી કેપિટલ્સ સામે તેની પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારીને KKR માટે હલચલ મચાવી દીધી છે. તે IPLની ડેબ્યૂ મેચમાં મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:40 PM IST

નવી દિલ્હી: અંગક્રિશ રઘુવંશીએ ગયા બુધવારે વિશાખાપટ્ટનમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી. 18 વર્ષીય રઘુવંશીએ પોતાની ડેબ્યૂ ઇનિંગમાં જ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી અને ઈન્ડિયન પ્રીમિયર લીગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં KKR તરફથી અંગક્રિશ રઘુવંશી નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ શાનદાર બેટિંગ કરી અને 25 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાના 50 રન પૂરા કર્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. આ મેચમાં તે 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

રઘુવંશીએ તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડઃઆ શાનદાર ઇનિંગ સાથે રઘુવંશીએ IPLનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં, અંગક્રિશ રઘુવંશી IPL ઈતિહાસમાં પોતાની ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે 18 વર્ષની ઉંમરે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેમના પહેલા શ્રીવત્સ ગોસ્વામીએ 18 વર્ષની ઉંમરે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન

  • અંગક્રિશ રઘુવંશીએ 18 વર્ષ 303 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી (IPL 2024)
  • શ્રીવત્સ ગોસ્વામીએ 19 વર્ષ અને 1 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી (IPL 2008)

અભિષેક નાયર બાળપણના કોચ:KKR ટીમે 20 લાખ રૂપિયાની રકમ ચૂકવીને હરાજીમાં અંગક્રિશ રઘુવંશીને ખરીદ્યો હતો. તે ભારત માટે 2022 અંડર-19 વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યો છે. ભારતીય ક્રિકેટર અભિષેક નાયરે તેને બાળપણમાં કોચિંગ આપ્યું છે અને નાયર હાલમાં KKR ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ છે.

  1. શાહરૂખે પંત સહિત DCના ખેલાડીઓને ગળે લગાવ્યા, જુઓ આ વીડિયો - SHAHRUKH KHAN HUGGED RISHABH PANT

ABOUT THE AUTHOR

...view details