નવી દિલ્હી: IPL 2024ની 74 મેચો રમાવાની છે, જેમાંથી અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ ચૂકી છે. આ સિઝનમાં રોમાંચક મેચો સતત જોવા મળી રહી છે, ટીમોની સતત જીત અને હાર સાથે પોઈન્ટ ટેબલની સ્થિતિ પણ બદલાઈ રહી છે. પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટે પણ ખેલાડીઓ વચ્ચે લડાઈ છે. અત્યાર સુધી રમાયેલી 21 મેચો પછી જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ, કોણ રહ્યું ટોપ?
પોઈન્ટ ટેબલની સ્થિતિ: 7મી એપ્રિલના રોજ સુપર સન્ડે પર ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાઈ હતી. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને જીતનું ખાતું ખોલ્યું હતું. જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે IPL ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. આ બંને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. રાજસ્થાન રોયલ્સ 4 મેચમાં 4 જીત સાથે ટોપ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તમામ 3 મેચમાં જીત સાથે બીજા સ્થાને છે. લખનૌ ત્રીજા સ્થાને આવ્યું છે. 4 મેચમાંથી 2 જીત સાથે ચેન્નાઈ, હૈદરાબાદ અને પંજાબ અનુક્રમે ચોથા, 5માં અને 6માં સ્થાને છે. ગુજરાત 7માં અને મુંબઈ ઈન્ડિયન્સ 8માં ક્રમે છે. RCB અને દિલ્હી અત્યાર સુધી પાછળ છે અને પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે.