ચીન :આજે ભારતીય હોકી ટીમ અને ચીન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમે સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ ચીન ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ શાનદાર મેચ માટે ટીમ ઈન્ડિયાને ફેવરિટ માનવામાં આવી રહી છે. ચાહકોને આશા છે કે ભારતીય ટીમ ચીનને આસાનીથી હરાવીને સતત બીજી વખત ટ્રોફી કબજે કરશે.
ટૂર્નામેન્ટમાં ભારત અજેય :પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ હજુ પણ ટૂર્નામેન્ટમાં અપરાજિત છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે રમેલી તમામ 5 મેચ જીતી છે. સેમિફાઇનલમાં કોરિયાને 4-1થી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત યજમાન ચીનને 3-0થી હરાવીને કરી હતી. હવે તેને ફાઇનલમાં ફરી એકવાર ચીનનો સામનો કરવો પડશે. તમામ 5 મેચ જીત્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે.
ચીનને હળવાશથી લેવું ભારે પડી શકે :ભલે ટીમ ઈન્ડિયાએ રાઉન્ડ રોબિન મેચમાં ચીનને હરાવ્યું હતું. પરંતુ, ચીનના પ્રેક્ષકોના સંપૂર્ણ સમર્થન સાથે હોમ ગ્રાઉન્ડ પર ભરચક સ્ટેડિયમમાં ચીનને હરાવવું ભારત માટે સરળ રહેશે નહીં. ચીનને હળવાશથી લેવું ટીમ ઈન્ડિયા માટે મોંઘુ પડી શકે છે. કારણ કે રોમાંચક સેમીફાઈનલમાં પાકિસ્તાન જેવી મજબૂત ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 2-0થી હરાવ્યા બાદ ચીનનું મનોબળ મજબૂત છે. બંને ટીમો વચ્ચે આજે જોરદાર મુકાબલો થવાની આશા છે.
ભારત અને ચીન વચ્ચે રમાનારી એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વિશેની તમામ માહિતી :
- ભારત અને ચીન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ચીનમાં ઇનર મંગોલિયાના હુલુનબુઈરમાં મોકી ટ્રેનિંગ બેઝ પર રમાશે
- ભારત અને ચીન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 17 સપ્ટેમ્બર, શનિવારે રમાશે.
- ભારત અને ચીન વચ્ચે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
- ભારત અને ચીન એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ Sony Sports Ten 1 અને Ten 1 HD ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
- ભારત અને ચીન એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. જોકે, તેને મફતમાં જોઈ શકતા નથી. આ માટે Sony Liv એપનું સબસ્ક્રિપ્શન લેવું પડશે.
- ભારતે દક્ષિણ કોરિયાને કચડ્યું, 4-1ના સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ…
- લાઈવ જોવા મળશે પાકિસ્તાન-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ…