ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્ટાર વિકેટકીપર બેટર ઇજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર…BCCI એ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત - YASTIKA BHATIA OUT OF THE TEAM

ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ખેલાડી ઇજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (AFP)

By ETV Bharat Sports Team

Published : Nov 28, 2024, 2:01 PM IST

હૈદરાબાદ:એક તરફ ભારતીય પુરૂષ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં કાંગારૂ ટીમ સામે ટકરાશે. પર્થ ટેસ્ટ પહેલા ટીમ ભારતીય ઈજાગ્રસ્ત ખેલાડીઓએ ભારતીય ટીમનું ટેન્શન વધારી દીધું છે. અને હવે ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા મહિલા ટીમમાં પણ ઈજાની સમસ્યા જોવા મળી રહી છે.

આ ગુજરાતી ખેલાડીને થઈ ઇજા:

ભારતીય મહિલા ટીમની બેટ્સમેન યાસ્તિકા ભાટિયા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ બુધવારે આ માહિતી આપી. મહિલા બિગ બેશ લીગ (WBBL) ની વર્તમાન આવૃત્તિ દરમિયાન યાસ્તિકાને કાંડામાં ઈજા થઈ હતી, જેના કારણે તે શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ટીમ તેની રિકવરી પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહી છે.

ડાબા હાથની બેટ્સમેનની જગ્યાએ યુવા ભારતીય મહિલા બેટ્સમેન ઉમા છેત્રીને ટીમમાં સામેલ કરવામાં આવી છે. 22 વર્ષીય ખેલાડીએ જુલાઈમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધી ચાર T20 મેચ રમી છે. BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં શેફાલી વર્માને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રાખવામાં આવી છે.

ભારતે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમી હતી અને ઘરઆંગણે 2-1થી જીત મેળવી હતી. ગયા વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રેણીની પ્રથમ બે ODI મેચ અનુક્રમે 5 અને 8 ડિસેમ્બરે બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 11 ડિસેમ્બરે પર્થના WACA મેદાન પર રમાશે.

ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, રેણુકા સિંહ ઠાકોર, ઉમા છેત્રી (વિકેટકીપર).

આ પણ વાંચો:

  1. 'ભાજપ સરકાર અને ફેડરેશને મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે', પ્રતિબંધ બાદ બજરંગ પુનિયાનો ગંભીર આરોપ
  2. IPL 2025 માં ગુજરાત ટાઈટન્સે જેને ટીમમાંથી કર્યો બહાર તેણે તોડ્યો રિષભ પંતનો રેકોર્ડ, ફટકારી સૌથી ઝડપી સદી

ABOUT THE AUTHOR

...view details