ગુજરાત

gujarat

ETV Bharat / sports

આ ગુજ્જુ ખેલાડીઓએ મેદાનમાં મચાવી ધૂમ, પાછળની તરફ ડાઈવ મારી પકડ્યા શાનદાર કેચ, વિડીયો થયો વાયરલ… - RADHA YADAV OUTSTANDING CATCH

બુધવારે 9 ઓક્ટોબરે ભારતીય મહિલા અને પુરુષ ટીમ એકસાથે ક્રિકેટ મેચ રમી હતી. આ બંને મેચોમાં ગુજરાતી ખેલાડીઓના શાનદાર કેચ જોવા મળ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ (IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 11, 2024, 4:47 PM IST

હૈદરાબાદ: ભારતીય ટીમ બુધવારે 9 ઓક્ટોબરે એકસાથે બે મેચ રમી હતી. એક તરફ, પુરુષો ટીમ બાંગ્લાદેશ સામે ટકરાઇ હતી અને UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં મહિલા ટીમનો સામનો શ્રીલંકા સામે થયો હતો. આ બંને મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ ટીમે બાંગ્લાદેશ સામે 86 રનથી જીત મેળવી હતી. જ્યારે મહિલા ટીમે શ્રીલંકાને 82 રને હરાવ્યું હતું.

આ બંને મેચ દરમિયાન ગુજરાતી ખેલાડીઓના બે શાનદાર કેચ જોવા મળ્યા, જેણે ચાહકોનું દિલ જીતી લીધું. દિલ્લીમાં હાર્દિક પંડ્યાએ એક આશ્ચર્યજનક કેચ લીધો હતો. પરંતુ UAEમાં રાધા યાદવે જે ફુલ લેન્થ ડાઈવિંગ કેચ ઝડપ્યો હતો તેની સરખામણીમાં ફીકો પડી ગયો.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ એક પછી એક વેરાઈ ગઈ હતી. તેમણે માત્ર 86 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી 14મી ઓવરમાં વરુણ ચક્રવર્તીના બોલ પર રિશાદ હુસૈને લાંબો હિટ ફટકાર્યો હતો, તેના પર પંડ્યાએ 27 મીટર દોડીને એક હાથે સિક્સર માટે બાઉન્ડરીની બહાર જતા બોલને કેચ કર્યો હતો. જોકે તે બે હાથે પ્રયાસ કરી રહ્યો હતો. એક ક્ષણ માટે એવું લાગ્યું કે બોલ તેના હાથમાંથી છટકી જશે, પરંતુ બોલ તેના હાથમાં આવી જ ગયો.

જોકે, તેનો આ કેચ ભારતીય મહિલા ટીમની ખેલાડી અને ગુજ્જુ ગર્લ રાધા યાદવે પકડેલા કેચ સામે ફિકો પડી ગયો. તેના કેચનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહયો છે. ICCએ તેના કેચની તુલના ટ્રેવિસ હેડના કેચ સાથે કરી છે. હકીકતમાં વિશ્મી ગુણારત્નેએ પ્રથમ ઓવરના બીજા જ બોલ પર પાવર પ્લેનો ફાયદો ઉઠાવવા તેણે ક્રિઝ માંથી બહાર નીકળીને જોરદાર ફટકો મારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બોલ સર્કલથી થોડે દૂર હવામાં ઉંચો થયો. સબસ્ટીટ્યુટ ફિલ્ડર તરીકે આવેલી રાધા પોઈન્ટ પર ઊભી હતી. તે પાછી ફરી અને જોરદાર ડાઈવ લગાવી. તેણે છેવટ સુધી પોતાની નજર બોલ પર રાખી અને અંતે ફુલ લેન્થ ડાઈવ કરીને બોલને પકડ્યો. આ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ પણ વાંચો:

  1. પાકિસ્તાનને પહેલી જીત મળશે કે ઓસ્ટ્રેલિયા હેટ્રિક લેશે? ભારતમાં અહીં જોવા મળશે લાઈવ મેચ...
  2. ટી20 વર્લ્ડ કપ વચ્ચે આ મહિલા ક્રિકેટરના પિતાનું અવસાન થયું, ટુર્નામેન્ટ છોડી પોતાના દેશ પરત ફરશે…

ABOUT THE AUTHOR

...view details