સેન્ચુરિયન (દક્ષિણ આફ્રિકા):ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની T20 શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં યુવા કપ્તાન તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી.
ભારતે ત્રીજી T20Iમાં આફ્રિકાને 11 રને હરાવ્યું
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. આ પછી 220 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 208 રન જ બનાવી શકી અને 11 રનથી મેચ હારી ગઈ. માર્કો જેન્સેન આફ્રિકા માટે સૌથી વધુ સ્કોરર હતો, જેણે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે T20I માં આફ્રિકા માટે બીજી સૌથી ઝડપી અડધી સદી છે. જેન્સને 17 બોલમાં 54 રન બનાવ્યા પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો.
અર્શદીપ સિંહે ભુવનેશ્વર અને બુમરાહને પાછળ છોડી દીધા
જેન્સેન ઉપરાંત હેનરિક ક્લાસને પણ 22 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન એડન માર્કરામે 29 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ ભારત તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનથી તે T20Iમાં ભારત માટે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અર્શદીપની પાસે હવે 59 મેચમાં 92 વિકેટ છે. તેણે ભુવનેશ્વર કુમાર (89) અને જસપ્રિત બુમરાહ (89)ને પાછળ છોડી દીધા. તે હવે યુઝવેન્દ્ર ચહલ (96)થી પાછળ છે, જે હાલમાં T20I માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
આ મેચમાં આફ્રિકન કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી સંજુ સેમસન અને અભિષેક શર્મા ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને મેચના બીજા જ બોલ પર માર્કો જેનસેને શૂન્યના સ્કોર પર સંજુને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી તિલક વર્મા અને અભિષેક વર્માએ બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી અને સ્કોર 107 સુધી પહોંચાડ્યો. અભિષેક શર્માએ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી.