ગુજરાત

gujarat

ETV Bharat / sports

સંજુ રાતોરાત છવાયો… પ્રથમ ટી20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી - IND VS SA 1ST T20

ભારતે પ્રથમ T20Iમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવી શાનદાર જીત મેળવી છે. સંજુ સેમસને ડરબનમાં સદી ફટકારી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. IND VS SA

ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું
ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું (AP AND ANI)

By ETV Bharat Sports Team

Published : Nov 9, 2024, 9:40 AM IST

ડરબન (દક્ષિણ આફ્રિકા): ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 4 T20 મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 202 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 203 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને 61 રનથી મેચ હારી ગયું હતું.

ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

જમણા હાથના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનની શાનદાર સદી બાદ ભારતીય સ્પિનરોએ આફ્રિકન બેટ્સમેનોને આડે હાથ લીધા હતા, જેના કારણે ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આફ્રિકાના બેટ્સમેનો ભારતીય સ્પિનરોની સ્પિનમાં ફસાઈ ગયા અને મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન (25) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. તે જ સમયે, ભારત તરફથી રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી. અવેશ ખાનને પણ 2 સફળતા મળી.

ભારતીય બેટ્સમેનોએ આફ્રિકન બોલરોના પરસેવા છોડ્યા

શરૂઆતમાં ભારત માટે ટોસ હાર્યા બાદ અભિષેક શર્મા અને સંજુ સેમસને ઇનિંગની શરૂઆત કરી હતી. આ બંને ટીમ માટે પ્રથમ વિકેટ માટે માત્ર 24 રન જ જોડી શક્યા હતા. ભારતને પહેલો ફટકો અભિષેકના રૂપમાં લાગ્યો હતો જે 7 રન બનાવી ગેરાલ્ડ કોએત્ઝીનો શિકાર બન્યો હતો. બીજી તરફ, સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી અને 27 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 182.14ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે તેની અડધી સદી પૂરી કરી.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સંજુ સાથે મળીને ટીમનો સ્કોર 90 સુધી પહોંચાડ્યો હતો. પરંતુ, તે પેટ્રિક ક્રુગરનો શિકાર બન્યો અને 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી તિલક વર્મા ક્રીઝ પર આવ્યા અને સંજુ સાથે મળીને તેણે ઇનિંગ્સને આગળ ધપાવી. તિલક 167 રનના સ્કોર પર 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સંજુ સેમસને પોતાની શાનદાર ઇનિંગ્સને સદીમાં ફેરવી દીધી. તે સતત બે આંતરરાષ્ટ્રીય T20I મેચોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો, અને દુનિયાનો ચોથો બેટ્સમેન બનયો છે.

સંજુ સેમસને ધમાકેદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો

ભારત તરફથી સંજુએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 50 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 107 રનની ઇનિંગ રમી હતી. સંજુએ 47 બોલમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સદી હતી. સંજુએ બાંગ્લાદેશ સામે પ્રથમ સદી ફટકારી હતી. તે સતત બે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 2 રન, રિંકુ સિંહે 11 રન, અક્ષર પટેલે 7 રન, અર્શદીપ સિંહે 5 રન અને રવિ બિશ્નોઈએ 1 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય માર્કો જેન્સેન, કેશવ મહારાજ, નાકાબાયોમજી પીટર અને પેટ્રિક ક્રુગરે પણ 1-1 વિકેટ લીધી હતી.

  • સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામે T20Iમાં ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ મામલામાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બાબર આઝમ (122)ના નામે છે. તેના પછી જોન્સન ચાર્લ્સ (118) અને ક્રિસ ગેલ (117) આવે છે.
  • આ ઉપરાંત સંજુ T20I માં 7000 રન બનાવનાર રોબિન ઉથપ્પા સાથે સંયુક્ત સાતમો સૌથી ઝડપી ભારતીય બન્યો. તેણે પોતાની 269મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
  • સંજુ સેમસન સતત બે T20I ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ 218 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રૂતુરાજ ગાયકવાડનો રેકોર્ડ તોડ્યો. ગાયકવાડના નામે સતત 2 ઇનિંગ્સમાં 181 રન બનાવવાનો રેકોર્ડ હતો.

આ પણ વાંચો:

  1. આ ખેલાડી પર લગાવવામાં આવ્યો 2 મેચનો પ્રતિબંધ, લાઈવ મેચમાં કેપ્ટન સાથે કરી હતી બબાલ
  2. 0,0,0,0,0,0...છ બેટ્સમેન શૂન્ય પર આઉટ, વનડે ક્રિકેટના ઈતિહાસમાં છઠ્ઠી વખત આવું બન્યું

ABOUT THE AUTHOR

...view details