હૈદરાબાદ: દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 26 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. અગાઉ, બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણી અને એટલી જ મેચોની વનડે શ્રેણી રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ટી-20માં 2-0થી જીત મેળવી હતી જ્યારે વનડે શ્રેણીમાં પાકિસ્તાને મુલાકાતી ટીમને 3-0થી હરાવ્યું હતું. હવે તમામની નજર ટેસ્ટ શ્રેણી પર છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકાએ તાજેતરમાં શ્રીલંકા સામેની ઘરેલું શ્રેણીમાં 2-0થી પ્રભાવશાળી જીત નોંધાવી હતી.
Spotlight on the Test side 🎬💡
— Pakistan Cricket (@TheRealPCB) December 25, 2024
A look at the pre-series broadcast headshots 🎥#SAvPAK pic.twitter.com/g6iz0kUgmb
બંને ટીમો વચ્ચે બોકસીંદ ડે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ દક્ષિણ આફ્રિકાને ટક્કર આપવા માંગશે. તમને જાણવી દઈએ કે પાકિસ્તાન છેલ્લે 2007માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યું હતું.
In the nets and ready for Test action! 🏏
— Proteas Men (@ProteasMenCSA) December 25, 2024
Tony de Zorzi gears up for tomorrow’s Test opener against Pakistan. 🇿🇦🏏
🎟️ Get your tickets now on https://t.co/Fp6Np08gGS #WozaNawe #BePartOfIt pic.twitter.com/dLcBl23bGS
બીજી તરફ, પાકિસ્તાન સફેદ બોલ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ આ જ ગતિ જાળવી રાખવાના ઈરાદા સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરશે. તાજેતરમાં, પાકિસ્તાને ત્રણ વર્ષ પછી પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જોકે પાકિસ્તાન હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ ટીમ રેડ-બોલ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
📹 Test preparations are underway! 🏏
— Proteas Men (@ProteasMenCSA) December 25, 2024
Focused and determined, take a look inside Corbin Bosch’s prep for the big day! Tomorrow’s Test is calling! 🏏🇿🇦#WozaNawe #BePartOfIt pic.twitter.com/rsnIQeCXab
બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ:
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 28 મેચ રમાઈ છે, જેમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. આ 28 મેચોમાંથી સાઉથ આફ્રિકાએ 15માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને માત્ર 6 મેચ જીતી છે. 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન પર દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. આ સાથે જ સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદો દક્ષિણ આફ્રિકાને વધુ મજબૂત બનાવે છે.
સેન્ચુરિયન ગ્રાઉન્ડનો પીચ રિપોર્ટ:
મુલાકાતે આવેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. સેન્ચુરિયનની પિચ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનોને ઘણો ફાયદો આપી રહી છે. અહીં ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર 621 રન છે જે દક્ષિણ આફ્રિકાએ 2020માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. તે જ સમયે, વર્ષ 2000 માં, ઇંગ્લેન્ડની ટીમે 251 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા છતાં યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ સામે આ જ મેદાન પર જીત મેળવીને મોટો આંકડો નોંધાવ્યો હતો. સુપરસ્પોર્ટ પાર્કની પીચ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 327 રન છે. જો બોલરોની વાત કરીએ તો આ મેદાન પર કોઈપણ ફોર્મેટમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ ટેસ્ટ મેચમાં સ્પિનરો પણ બીજા અને ત્રીજા દિવસ બાદ સફળતા હાંસલ કરતા જોવા મળે છે.
🚨 South Africa have announced their playing XI for the Boxing Day #SAvPAK Test
— ESPNcricinfo (@ESPNcricinfo) December 24, 2024
Corbin Bosch is all set to make his red-ball international debut pic.twitter.com/hSWo1op8Nb
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11:
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ડેવિડ બેડિંગહામ, એઈડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટમાં), વિયાન મુલ્ડર, માર્કો જોન્સન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ક્વેના માફાકા.
પ્રથમ ટેસ્ટ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: શાન મસૂદ (કેપ્ટન), સામ અયુબ, બાબર આઝમ, કામરાન ગુલામ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), સલમાન અલી આગા, આમિર જમાલ, નસીમ શાહ, ખુર્રમ શહઝાદ, મોહમ્મદ અબ્બાસ.
આ પણ વાંચો: