કટક (ઓડિશા): આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. 3 મેચની સિરીઝની આ મહત્વપૂર્ણ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડને 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. 3 મેચની વનડે શ્રેણી જીતવા માટે ભારતને હવે 305નો લક્ષ્ય હાંસલ કરવાનો છે.
ઇંગ્લેન્ડે 305 રનનો લક્ષ્ય આપ્યો:
આ સિરીઝમાં બીજી વખત ટોસ ઇંગ્લેન્ડના પક્ષમાં પડ્યો અને તેમના કેપ્ટન જોસ બટલરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર બેન ડકેટ (65) અને અનુભવી બેટ્સમેન જો રૂટ (69) ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે 49.5 ઓવરમાં 304 રન બનાવ્યા. ભારત તરફથી સર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
ઓપનર ફિલિપ સોલ્ટ અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 66 બોલમાં 81 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી. પોતાની પહેલી ODI મેચ રમી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 26 રનના વ્યક્તિગત સ્કોર પર સોલ્ટને જાડેજાના હાથે કેચ કરાવીને ભારતને પહેલી સફળતા અપાવી.
જોકે, બેન ડકેટે એક છેડેથી શાનદાર બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને રવિન્દ્ર જાડેજાના બોલ પર આઉટ થતાં પહેલા 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રનની શાનદાર અડધી સદી ફટકારી. જ્યારે ડકેટ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 15.5 ઓવરમાં (120/2) હતો. આ સમયે એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ સરળતાથી 300+નો સ્કોર કરશે. પરંતુ ભારતીય બોલરોએ મધ્ય અને છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરી તેમને 300 રનમાં જ અટકાવી દીધા.
જો રૂટે શાનદાર અડધી સદી ફટકારી: