નવી દિલ્હીઃભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની વરસાદથી પ્રભાવિત બીજી મેચમાં ભારતીય ટીમ જેવી જ બેટિંગ કરવા ઉતરી, ટીમે માત્ર 18 બોલમાં જ શાનદાર રેકોર્ડ બનાવી લીધો. 147 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમી ટેસ્ટમાં ઝડપી પચાસ રન પૂરા કરનારી ટીમ બની ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જે બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ આક્રમક દેખાતા જયસ્વાલે ભારતીય દાવની પહેલી જ ઓવરમાં હસન મહમૂલની બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જે બાદ બીજી ઓવર લઈને આવેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખલીલને પણ ખૂબ ધોયો.
રોહિતે ખલીલની ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. જયસ્વાલે એ જ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 2 ઓવરમાં 29 રન સુધી પહોંચાડ્યો હતો. તે પછી, બંને બેટ્સમેનોએ ત્રીજી ઓવર લઈને આવેલા હસન મહેમૂદને સખત હેરાન કર્યો. આ ઓવરમાં ભારતીય ટીમે 2 સિક્સર અને 2 ચોગ્ગા સાથે ટેસ્ટ ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી.