ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોણ છે હસન મહમૂદ? જેણે ચેન્નાઈ ટેસ્ટમાં સનસનાટી મચાવી, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનોને આંખના પલકારે કર્યા આઉટ … - Hasan Mahmud - HASAN MAHMUD

બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રત્મ ટેસ્ટમન પ્રથમ દિવસે ભારતના ટોપ ઓર્ડરે ઘણું ખરાબ પ્રદર્શન કર્યું હતું, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર બેટ્સમેન એક 24 વર્ષીય બાંગ્લાદેશી બોલર હસન મહમૂદના સામે સાવ લાચાર દેખાયા, વધુ આગળ વાંચો… IND vs BAN 1st Test

હસન મહમૂદ
હસન મહમૂદ ((IANS Photo))

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 4:52 PM IST

Updated : Sep 20, 2024, 5:01 PM IST

નવી દિલ્હીઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન બાંગ્લાદેશના 24 વર્ષીય યુવા ફાસ્ટ બોલર હસન મહમૂદની સામે ટકી શક્યા નહીં. મહમૂદે તેની ઘાતક બોલિંગ વડે ભારતના ટોપ ઓર્ડરને વેર-વિખેર કરી નાખ્યું હતું.

હસન મહમૂદે ટીમ ઈન્ડિયાને આંચકો આપ્યો:

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ફાસ્ટ બોલર હસન મહમૂદનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. મોટી અપેક્ષાઓ સાથે મેદાનમાં ઉતરેલા ટોપ-3 ભારતીય સ્ટાર બેટ્સમેન, કેપ્ટન રોહિત શર્મા (6), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6) સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. બાંગ્લાદેશના મહેમૂદે ત્રણેયને વિકેટ લઈ સનસનાટી મચાવી દીધી હતી અને એક સમયે ભારતનો સ્કોર 34-3 હતો.

આ પછી, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 62 રનની ભાગીદારી થઈ અને લંચ સુધી ભારતનો સ્કોર (88/3) રહ્યો. પરંતુ, લંચ બ્રેક પછી, મહેમૂદનો જાદુ ફરી એક વાર કામ કરી ગયો અને તેણે 39 રનના વ્યક્તિગત સ્કોર પર રિષભ પંતને વિકેટ પાછળ ફસાવીને ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી. આ બોલરે 4 વિકેટ પોતાના નામે કરી લીધી હતી અને તે સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે.

કોણ છે હસન મહમૂદ?

હસન મહમૂદનો જન્મ 1999માં બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં થયો હતો. હવે તે 24 વર્ષનો છે. 2020 માં, તેણે ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્યારથી તેણે 18 T20I રમી છે અને 18 વિકેટ લીધી છે. તે વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 22 વનડેમાં 30 વિકેટ ઝડપી છે.

મહેમૂદે આ વર્ષે લંકાની ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લઈને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતીને તે ચર્ચામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં 8 વિકેટ લીધી હતી. તેમાં 5 વિકેટનો હોલ પણ સામેલ છે.

પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 376 રન બનાવ્યા હતા, જેમાં અશ્વિન અને જાડેજાએ મોટી ભાગીદારી કરી હતી. જેના જવાબમાં બાંગ્લાદેશ ટીમ માત્ર 149 રનમાં સમેટાઇ ગઈ હતી. હાલ ભારત 283 રને લીડ કરી રહી છે. બીજા દિવસે ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેદાનમાં રમી રહ્યા છે. (આ અહેવાલ લખાય છે તે સમયે) ભારતનો હાલનો સ્કોર 2 વિકેટ સાથે 52 રનનો છે.

આ પણ વાંચો:

  1. જસપ્રીત બુમરાહે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચ્યો, આવું કરનાર બન્યો પાંચમો ભારતીય બોલર… - IND vs BAN Test
  2. ભારત - બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં બુમરાહે પહેલી જ ઓવરમાં સ્ટમ્પ ઉખાડી નાંખ્યા, વીડિયો થયો વાયરલ… - IND vs BAN 1st Test
Last Updated : Sep 20, 2024, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details