ગુજરાત

gujarat

ETV Bharat / sports

T20 વર્લ્ડ કપમાં ભારતની જીતથી દેશભરમાં ઉત્સવ જેવો માહોલ, ગુજરાત સહિત ભારતભરમાં ઉજવણી - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતથી દેશભરમાં જશ્નનો માહોલ છવાયો છે. બારબાડોસ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર એમ સમગ્ર ભારતમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટપ્રેમીઓએ આ જીતને વધાવી હતી. T20 World Cup 2024

T20 વર્લ્ડ કપમાં ભારતની જીત
T20 વર્લ્ડ કપમાં ભારતની જીત (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 7:25 AM IST

Updated : Jun 30, 2024, 8:48 AM IST

વડોદરામાં ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા લોકો (ANI)

હૈદરાબાદ:રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતી લીધું છે. 17 વર્ષ બાદ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો છે. ટીમ ઈન્ડિયાની આ જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જી દીધો છે. ભારતની જીતની સાથે અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટકડા ફોડીને તો કોઈએ હાથમાં તિરંગો લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

દેશભરમાં ખુશીનો માહોલ: ભારતીય ટીમની આ શાનદાર જીતથી દેશભરમાં જશ્નનો માહોલ સર્જાયો છે. મોડી રાતે અનેક શહેરોમાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતાં અને પોતાની ખુશી વ્યક્ત કરતા દેખાયા હતાં. કેટલાંક શહેરોમાં તો લોકોએ હાથમાં તિરંગો અને ભારતીય ટીમના કટ આઉટ અને ટીમ ઈન્ડિયાની જર્સી સાથે પોતાની ખુશી અને ટીમ ઈન્ડિયા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

બાર્બાડોસ: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં ભારતીય ટીમના ચાહકોએ ઉજવણી કરી હતી.

મુંબઈ: દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. આ ઐતિહાસિક જીતી ખુશી મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળી. અહીં એરપોર્ટ સ્ટાફે ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્ર:ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈમાં લોકોએ ઉજવણી કરી.

ગુજરાતમાં ઉજવણીનો માહોલ:ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની સાથે જ વડોદરામાં ક્રિકેટપ્રેમીઓ રસ્તા પર ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતાં.

મધ્યપ્રદેશ:ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઈન્દોરમાં લોકોએ ઉજવણી કરી.

બિહાર: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પટનામાં લોકોએ ઉજવણી કરી.

પશ્ચિમ બંગાળ: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કોલકાતામાં લોકોએ ઉજવણી કરી.

રાજસ્થાન: રાજસ્થાનમાં પણ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ક્રિકેટપ્રેમીઓને ખુશખુશાલ કરી દીધા હતાં. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ હાંસલ કરવા બદલ ઉદયપુરમાં લોકોએ ઉજવણી કરી હતી.

ભારતની શાનદાર જીત: મહત્વપૂર્ણ છે કે, ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. આ સાથે ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપનું બીજું ટાઇટલ જીત્યું છે. એમએસ ધોનીએ ટી20 વર્લ્ડ કપ 2007માં ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ફરી એકવાર ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રનમાં સમેટાઈ ગઈ હતી અને 7 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચનો પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી રહ્યો છે.

Last Updated : Jun 30, 2024, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details