દુબઈ: ગ્લોબ સોકર એવોર્ડ્સ 27 ડિસેમ્બરે દુબઈમાં તેની 15મી આવૃત્તિ યોજાઈ હતી અને બ્રાઝિલના સ્ટ્રાઈકર વિનિસિયસ જુનિયરે શ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સાઉદી પ્રો લીગમાં અલ નસ્ર તરફથી રમતી વખતે તેના પ્રદર્શન માટે શ્રેષ્ઠ મધ્ય પૂર્વીય ખેલાડીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2023 માં ક્લબમાં જોડાયા ત્યારથી, પોર્ટુગીઝ ફોરવર્ડે 83 મેચોમાં 74 ગોલ કર્યા છે.
ગ્લોબ સોકર એવોર્ડ્સમાં બોલતા, રોનાલ્ડોએ વિનિસિયસ જુનિયરને બેલોન ડી'ઓર એવોર્ડ્સમાંથી બાકાત રાખવા પર તેની પ્રતિક્રિયા આપી. ફૂટબોલ સ્ટારે દલીલ કરી હતી કે વિનિસિયસ આ એવોર્ડ જીતવા માટે લાયક હતો.
રોનાલ્ડોએ કહ્યું, 'મારા મતે, તે [વિન્સિયસ] ગોલ્ડન બોલ [બેલોન ડી'ઓર એવોર્ડ] જીતવાને લાયક હતો. મને લાગે છે કે તે અન્યાયી હતું. હું અહીં બધું કહું છું. તેઓ રોડ્રીને આપે છે, તે પણ તેના માટે લાયક હતો, પરંતુ તેઓએ તે વિન્સિયસને આપવો જોઈતો હતો કારણ કે તેણે ચેમ્પિયન્સ લીગ જીતી હતી અને ફાઇનલમાં ગોલ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર દરમિયાન રિયલ મેડ્રિડના ફોરવર્ડને એવોર્ડ જીતવા માટે ફેવરિટ માનવામાં આવતો હતો. જો કે, માન્ચેસ્ટર સિટીને ખિતાબ અપાવવામાં મદદ કરનાર રોડ્રીએ આ સન્માન જીતવામાં તેને પાછળ છોડી દીધો. આ મહિનાની શરૂઆતમાં, વિન્સિયસને FIFA ના શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં ગ્લોબ સોકર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો.
આ પણ વાંચો:
- જીન્સ પહેરવા બદલ મોટો દંડ, મેગ્નસ કાર્લસન વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાંથી બહાર
- વિરાટ કોહલીની સુરક્ષા સાથે ફરી ગડબડ, મેદાનમાં બેફામ ફેન્સ દોડી આવ્યો, જુઓ વિડીયો