અમદાવાદ:ક્રિકેટના મેદાનમાં ખેલાડી જ્યારે રમવા ઉતરે છે, ત્યારે કોઈને ખ્યાલ હોતો નથી કે તેઓ પોતાના નામે કેટલા અગણિત રેકોર્ડ બનાવી દે છે. ખેલાડી બેસ્ટમેન હોય, બોલર હોય, કે ફિલ્ડર હોય દરેક મેચના અંતે એવા ઘણા અનોખા રેકોર્ડ સામે આવતા હોય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જેમણે હમણાં વડોદરાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ - ઈન્ડિઝનો ક્લીન સ્વીપ કરી 3-0થી સિરીઝ પોતાને નામ કરી હતી. આ ભારતીય ટીમના 5 એવા અનોખા રેકોર્ડ છે જેને આજ સુધી કોઈપણ ટીમ તોડી શકી નથી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના 5 અનોખા રેકોર્ડ:
1. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટીમનો કુલ સ્કોર:
28 જૂન, 2024ના રોજ, ભારતે M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે 603/6નો સ્કોર કર્યા બાદ ઇનિંગ્સ ડિકલેર કરી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી વધુ ટીમનો કુલ સ્કોર છે, જેના કારણે ભારત મહિલા ટેસ્ટ ઇનિંગ્સમાં 600 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની છે.
2. ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં સૌથી વધુ રન:
દક્ષિણ આફ્રિકા સામેની સમાન ટેસ્ટ મેચ દરમિયાન, ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે 525 રન બનાવ્યા હતા, જે ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. રસપ્રદ વાત એ છે કે ભારતીય પુરુષ ટીમ આજ સુધી ટેસ્ટમાં એક દિવસમાં આટલા રન બનાવી શક્યા નથી.