ગુજરાત

gujarat

ETV Bharat / sports

એક્સલ્યુઝિવ - ભારતના પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બરે સાથે વિશેષ મુલાકાત, પારસ મ્હામ્બરે દેશ પાસે ફાસ્ટ બોલરની બેન્ચ સ્ટ્રેન્થને તાકાત ગણાવી - Paras Mhambrey - PARAS MHAMBREY

ભારતના પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બરે ETV ભારતના નિખિલ બાપટ સાથે વિશેષ સંવાદ કર્યો છે. જેમાં T20 વર્લ્ડ કપ - 2024 બાદ દેશમાં ફાસ્ટ બોલરની વધતી સંખ્યા અને બેન્ચ સ્ટ્રેન્થ, હાલ ઈનફોર્ર લેફ્ટ આર્મ ફાસ્ટર અર્શદીપ સિંઘનું બોલિંગ પ્રદર્શન અને તેનો વિકાસ અને મેન ઇન બ્લુ સાથેની અર્શદીપસીંઘ સહિતના બોલરોની ક્રિકેટીંગ યાત્રા સહિતના વિવિધ મુદ્રા પર વિશેષ સંવાદ કર્યો છે. ભારતના T20 વર્લ્ડ કપ- 2024 વિજયી ટીમમાં પારસ બોલિંગ કોચ હતા. પારસ એક બોલિંગ કોચ અને ભૂતપૂર્વ ઝડપી બોલર માને છે કે તેમનો કાર્યકાળ સંપન્ન થવાનો સમય વિશ્વ કપ વિજેતા બનવા માટે વિશેષ રહ્યો છે. વાંચો પારસ મ્હામ્બે સાથેનો વિશેષ સંવાદ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 3:45 PM IST

હૈદરાબાદ : ક્રિકેટ વિશ્વમાં ભારત વિશ્વસ્તરીય બેટ્સમેનો માટે જાણીતો છે, પરંતુ ભારતને ફાસ્ટ બોલરોના દેશ તરીકે જાણીતો કર્યો છે ભારતીય ટીમનાવપૂર્વ બોલર કોચ પારસ મ્હામ્બરએ. દેશમાન પૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર પારસ મ્હામ્બરે બોલિંગ કોચ તરીકેનો આરંભ જૂનિયર ક્રિકેટરોને કોચીંગ આપવાથી કર્યો હતો. પારસ મ્હામ્બરની બોલીંગ કોચ તરીકેની ભૂમિકાથી ભારતમાં હવે ફાસ્ટ બોલરોવી સંખ્યા વધી છે અને રમતમાં ફાસ્ટરોની બેન્ચ સ્ટ્રેન્થ વધી છે. જેના કારણે દેશ હવે ફાસ્ટ બોલર્સ પેદા કરતો ક્રિકેટીંગ દેશ તરીકે જાણીતો બન્યો છે.

  • દેશ પાસે ફાસ્ટ બોલકની બેન્ચ સ્ટ્રેન્થ છે

ભારત પાસે ફાસ્ટ બોલર્સની સાથે મજબુત બેન્ચ સ્ટ્રેન્થ છે. જેના કારણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલો T20 વર્લ્ડ કપનો વિજય થયો હતો. 52 વર્ષીય પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બરે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હાલ ફાસ્ટ બોલર્સની બેન્ચ સ્ટ્રેન્થના રુપમાં તમે જે પ્રતિભા જોઈ રહ્યાં છો, તેનાથી હું બોલિંગ કોચ તરીકે ખુશ છુ. મેં જ્યારે જૂનિયર ક્રિકેટરોને ફાસ્ટ બોલિંગનું કોચિંગ આપવાનો આરંભ કર્યો હતો ત્યારથી જ દેશમાં સ્પિનરો અને ફાસ્ટ બોલરોની બેન્ચ સ્ટ્રેન્થ બનાવવા પર ભાર મૂક્યો હતો. દેશ માટે 2 ટેસ્ટ મેચ અને 3 વન-ડે રમી ચૂકેલા પારસ મ્હામ્બરે વધુમાં ઉમેર્યુ છે કે, મારા ભારતીય ટીમમાં બોલીંગ કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન મે ઘણાં ભારતીય ટીમ તરફથી રમતા જોયા છે. દેશમાં ફાસ્ટ બોલીંગ ક્ષેત્રે અનેક પ્રતિભાઓ છે. આવેશ ખાન, ખલીલ અહેમદ, અર્શદીપસિંઘ જેવા ખેલાડીઓ દેશના આશાસ્પદ ફા્ટ બોલર્સ છે. મોહમ્મદ શમી, ઈશાન શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી બોલર્સની હાજરી નોંધપાત્ર છે. જેના કારણે ભારતીય ટીમમાં સારી બેન્ચ સ્ટ્રેન્થ બની શકી છે. ભારતીય ટીમમાં હવે મયંક યાદવ, મોહસીન ખાન અને બીજા ખેલાડીઓ માટે જગ્યા બની શકે છે. આ સાથે હર્ષિત રાણા, કુલદીપ સેન જેવા ખેલાડીઓથી બોલીંગ ક્ષેત્રે સારી બેન્ટ સ્ટ્રેન્થ બની શકશે, જે બોલીંગ કોચીંગની એક પદ્ધતિ પણ છે.

  • પારસ મ્હામ્બરેની મહેનત થકી દેશમાં વધ્યા ફાસ્ટ બોલર્સ

પારસ મ્હામ્બરે ભારતની અન્ડર-19 ટીમના પણ બોલ કોચ છે. બેંગલુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી (એનસીએ) સાથે તેઓ જોડાયેલા હતા. પારસ મ્હામ્બરે જણાવ્યું હતું કે, 'નવોદિત બોલરોને તક આપો, તેમને રમતની વિવિધ પરિસ્થિતિઓમાં પરખો, જેનાથી તેઓ સક્ષમ બને. જેથી યુવાઓ સારા ખેલાડી બની શકે અને એક ખેલાડી તરીકેની તેમની પ્રતિભાને દર્શાવી શકે.તમે ખેલાડીઓને કોચિંગ સમયે ખાતરી કરો કે જીતની કે કોઇ પણ સ્થિતિમાં ખેલાડીઓ સંતુલન રહે. સાથે તે પણ ખાતરી કરવી જરૂરી છે કે- મેચ રમતા ખેલાડીઓ સાથે તમારી બેન્ચ સ્ટ્રેન્થ પણ શ્રેષ્ઠ બને. ટી-20 વર્લ્ડ કપ વિજય થવાનુ વિશેષ લક્ષ્ય પાર પાડવું એ મારાં વિશેષ લક્ષ્ય હતુ એમ પારસ મ્હામ્બરે કહેતા ઉમેર્યુ કે, આ સૌથી શ્રેષ્ઠ ક્ષણ ન હતી. પણ સૌથી સારી ક્ષણો પૈકીની એક ક્ષણ હતી. એક કોચના રૂપમાં, એક યાત્રા માત્ર જીતીથી વધુ હતી. એ સર્વ વિદીત છે કે, વિશ્વ કપ વિજય વિશેષ હોય છે, પરંતુ અત્યાર સુધીની મારી બોલીંગ કોચ તરીકેની પૂરી યાત્રા ભવ્ય અને સંતોષકારક છે.

  • પારસ મ્હામ્બરેની બોલર કોચ તરીકે છે અનોખી યાત્રા

પારસ મ્હામ્બરે એ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 91 પ્રથમ શ્રેણીની મેચોમાં 284 વિકેટ ઝડપી છે, મહામ્બ્રેએ આગળ કહ્યું, 'અમે ખેલાડીઓના વિકાસમાં પણ મદદરૂપ થવામાં સક્ષમ છે. એક કોચ તરીકે, ખૂબ જ સારી રીતે એ નિશ્ચિત કરીએ ખેલાડીઓ એક વ્યક્તિ તરીકે પણ વિકસે. રમતમાં આગળ વધવું અને જુનિયર લેવલથી સિનિયર લેવલ પર જવું, જે ખેલાડી દેશની ટીમનો ભાગ બને એ માટે પ્રયત્નશીલ રહેવું. અંતે તે વ્યક્તિ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે આગળ વધે છે. ખેલાડી દેશ માટે સારું પ્રદર્શન કરે જેથી ખેલાડી માત્ર જીત નહી પણ તેથી પણ ગળ વધે. વિશ્વ કપ જીત સાથે તમારું કાર્ય પૂર્ણ કરવું પણ કંઈક વિશેષ હોય છે'.

  • અર્શદીપસિઘ એક સફળ ફાસ્ટ બોલર

અર્શદીપસિઘ એક સફળ ફાસ્ટ બોલર તરીકે પ્રસ્થિપત થયા છે. ડાબોડી ફાસ્ટ બોલર તરીકે પારસ મ્હામ્બરે એ અર્શદીપસિંઘની પ્રશંસા કરતા કહ્યું કે, પંજાબના અર્શદીપે ભારતને T20 વર્લ્ડ કપ- 2024 જીતાડવામાં વિશેષ ભૂમિકા ભજવી છે. અર્શદીપ સાથે મારો સંબંધ એ જ્યારે અંડર - 19માં રમતો હતો ત્યારથી છે. મેં તેને અંડર 19માં રમતા જોયો છે. અને હવે એ T20 વર્લ્ડ કપ- 2024 વિજેતા ટીમનો સભ્ય છે. હું કોચ તરીકે તેની સાથે સતત વાત કરતો રહ્યો છુ. હવે એ પંજાબની ટીમનું પ્રતિનિધિત્વ કરી શકે એમ છે.

પારસ મ્હામ્બરે કહયું કે, 'એક સમયે હતો જ્યારે હું તેના સંપર્કમાં ન હતો. મેં અર્શદીપને આઇપીએલ રમતો જોયો છે, અને હું તેની રમતથી ખુશ છુ. હું સતત તેમની પ્રગતિ પર નજર રાખુ છે. હું તેની ભારતીય ટીમમાં પસંદગી સમયે ખુશ થયો હતો. ભારતીય ટીમમાં તેના પ્રદર્શનથી ખુશ છુ અને તેના પ્રદર્શન પર નજર રાખી રહ્યો છુ. હું અથવા કોઈ પણ વ્યક્તિ તેની પ્રગતિ નજરો નજર જોઈ છે, અને તેની સફળ યાત્રાનો સાક્ષી બન્યા છે. પારસ મ્હામ્બરે ઉમેર્યુ કે, અર્શદીપ સિંઘની સફળતા તેની આંકડા બયાન કરે છે. અર્શદીપે 52 ટી-20 મેચો રમી કુલ 79 વિકેટો ઝડપી છે. આ આંકડા જ સફળતાને દર્શાવે છે. અર્શદીપ રમતના બે મુશ્કેલ તબક્કામાં બોલીંગ કરે છે, એક મેચના આરંભે અને બીજા મેચની ડેથ ઓવરમાં. આ દબાણવાળા તબક્કામાં પણ અર્શદીપનું પ્રદર્શન શાનદાર રહે છે. આ સમયે પણ એની બોલિંગમાં રન ઓછા થાય છે. નેટ્સમાં એ બોલિંગ કરતી સમયે પણ તેની કૌશલ્યતા અંગે સ્પષ્ટ રહે છે. જે તેની સફળતાને પાક્કી કરે છે.

પારસ મ્હામ્બરે અલગ- અલગ ટીમો સાથે બે દાયકાથી કોચિંગ કરતા પારસ મ્હામ્બરે છેલ્લે કહ્યું કે, હવે હું પરિવાર સાથે સમય વિતાવવા માંગુ છુ, પણ હું મારી ફેવરિટ રમતમાં મારું યોગદાન આપવાનું યથાવત રાખીશ.

ABOUT THE AUTHOR

...view details