નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હાલમાં જ પોતાના ખેલાડીઓ માટે મોટો નિર્ણય જાહેર કર્યો છે. ECB (ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ) એ તેના ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે અન્ય દેશોમાં આયોજિત ક્રિકેટ લીગમાં પણ ક્રિકેટ રમવા નહીં રમવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ડોમેસ્ટિક ક્રિકેટને મજબૂત કરવા બોર્ડે આ નિર્ણય લીધો છે. જો બોર્ડના આ નિર્ણય બાદ પણ ઈંગ્લિશ ક્રિકેટરો વિદેશી લીગમાં રમે છે તો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેમના પર પ્રતિબંધ લગાવી શકે છે.
ઈસીબી અને ઈંગ્લેન્ડના ક્રિકેટરો વચ્ચે બબાલ:
હવે ઈંગ્લેન્ડના ક્રિકેટરો ઈસીબીના આ નિર્ણયની વિરુદ્ધમાં આવ્યા છે અને ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે. ઇંગ્લિશ ક્રિકેટરો હવે બોર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. જેના કારણે બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. ખેલાડીઓના કહેવા પ્રમાણે, તેઓ બોર્ડની નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પોલિસીથી સંપૂર્ણપણે વાકેફ નથી.
ઈંગ્લેન્ડના ક્રિકેટરો હવે આવતા અઠવાડિયે એકસાથે મીટિંગ કરવા જઈ રહ્યા છે, આ મીટિંગમાં આ તમામ ખેલાડીઓ આ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પોલિસીનીને જણાશે અને પછી તેઓ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશે તે નક્કી કરશે. ECBની આ નીતિથી ખેલાડીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન (PCA) ઉપરાંત, ઇંગ્લેન્ડના ક્રિકેટરો વોટ્સએપ ગ્રુપ ચેટમાં એકબીજા સાથે વાત કરીને એકસાથે આવવાની નીતિ તૈયાર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ECBના ચીફ એક્ઝિક્યુટિવ રિચર્ડ ગોલ્ડે કહ્યું હતું કે આ પોલિસી સ્થાનિક ક્રિકેટને મજબૂત કરવા માટે લાગુ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે આ ખેલાડીઓને PSL અને CPL જેવી અન્ય દેશોની ક્રિકેટ લીગમાં રમવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તેઓ T20 બ્લાસ્ટ અને ધ હન્ડ્રેડ જેવી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં અડચણ ન બને અને પહેલા અહીં રમે, કારણ કે ડોમેસ્ટિક લીગ પણ રમવી એટલી જ મહત્વની છે.
હકીકતમાં, આજે દરેક દેશમાં ક્રિકેટ લીગ રમાઈ રહી છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો સામેલ છે. આ લીગમાં દેશ અને દુનિયાના ક્રિકેટરો ભાગ લે છે. હવે ઇસીબી ઇચ્છે છે કે ઇંગ્લેન્ડના ક્રિકેટરો તેમના સ્થાનિક ક્રિકેટ માળખાને મજબૂત કરે. ભારતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ વિશ્વની સૌથી મોટી અને સૌથી ધનાઢ્ય લીગમાંની એક છે. આ લીગને ECBના આ નિયમથી બહાર રાખવામાં આવી છે.
આ પણ વાંચો:
- ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ: બીજી ટેસ્ટ પહેલા અનુભવી ખેલાડીઓ ઘાયલ, ટીમમાં બે નવા ખેલાડીઓનો સમાવેશ
- કેરેબિયન દેશમાં સિરીઝ જીતીને બાંગ્લાદેશ ઇતિહાસ રચશે? નિર્ણાયક ટેસ્ટ મેચ અહીં જુઓ લાઇવ