હૈદરાબાદ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવીને સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી CSKને 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. CSK એ 8 બોલ બાકી રહેતાં 6 વિકેટે આસાનીથી જીત મેળવી હતી. RCB ચેન્નાઈના કિલ્લાને તોડવામાં નિષ્ફળ રહી. ચપ્પૌક સ્ટેડિયમમાં ચેન્નાઈ સામેની 9 મેચોમાં આરસીબીની આ સતત 8મી હાર છે.
RCBએ પ્રથમ બેટિંગ કરી:IPL 2024ની શરૂઆતની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 વિકેટના નુકસાને રન બનાવ્યા હતા. કાર્તિક અને રાવતે 50 બોલમાં 95 રનની ભાગીદારી કરીને આરસીબીના સ્કોરને 173 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અનુજ રાવતે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. ફાફ ડુ પ્લેસિસે 35 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પણ 21 રનનું યોગદાન આપ્યું હતું. CSK માટે મુસ્તફિકુર રહેમાને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. દીપક ચહરને પણ સફળતા મળી હતી.