નવી દિલ્હી:પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન યોજાનાર રમતના આ મહાકુંભમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ઈવેન્ટ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને મદદ કરવા માટે મોટી જાહેરાત કરી છે.
BCCI સેક્રેટરી જય શાહે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ગર્વ છે કે BCCI 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સનું સમર્થન કરશે. અમે આ અભિયાન માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. અમારી સમગ્ર ટીમને અમારી શુભેચ્છાઓ. ભારતને ગૌરવ અપાવો, જય હિન્દ.
BCCIના આ નાણાકીય યોગદાનથી 2024 પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓની તૈયારીઓમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખવામાં આવશે. જે તેમને તેમની તાલીમ અને ઓલિમ્પિકમાં ભાગ લેવા સંબંધિત વિવિધ ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે. જોકે, બીસીસીઆઈએ ટોક્યો ઓલિમ્પિક માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટની રકમ આપી હતી. જેમાં લિક્વિડ ફંડ માટે 2.5 કરોડ રૂપિયા અને ઝુંબેશ માટે 7.5 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા હતા.
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા, જેમાંથી માત્ર એક ગોલ્ડ મેડલ હતો. ભારત આ વખતે કુલ મેડલની સાથે ગોલ્ડ મેડલની સંખ્યામાં પણ વધારો કરવા ઈચ્છશે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધીમાં 35 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતે ગત ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પેરિસ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરીએ થશે, ત્યારબાદ એથ્લેટ્સ 27 જુલાઈથી તેમના અભિયાનની શરૂઆત કરશે.
- પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને કયા સમયે યોજાશે ઈવેન્ટ્સ - PARIS OLYMPICS 2024