નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 સામાન્ય ઉમેદવારો છે. રાહુલ કાસવા રાજસ્થાનના ચુરુથી ચૂંટણી લડશે. વૈભવ ગેહલોત જાલોરથી ચૂંટણી લડશે. જ્યારે ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Congress released second list : લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ - Congress released second list
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 સામાન્ય ઉમેદવારો છે. રાહુલ કાસવા રાજસ્થાનના ચુરુથી ચૂંટણી લડશે. વૈભવ ગેહલોત જાલોરથી ચૂંટણી લડશે. જ્યારે ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Congress released second list
Published : Mar 12, 2024, 7:22 PM IST
|Updated : Mar 12, 2024, 7:41 PM IST
ગુજરાતના 8 ઉમેદવારોના નામની જાહેરાત
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી નીતિશભાઈ લાલન
- દમણથી કેતન પટેલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, 'કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ચૂંટણી લડશે. નકુલ નાથ મધ્યપ્રદેશના છિંદવાડાથી ચૂંટણી લડશે. જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલોરથી ચૂંટણી લડશે.
Last Updated : Mar 12, 2024, 7:41 PM IST