જુનાગઢ:આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર મતદાનને લઈને વહીવટી તંત્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર છેલ્લાં ઘણા વર્ષોથી અને જેમાં સીધો કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ થઈ શકે તેવા પ્રશ્નો આજે પણ વણઉકેલ્યા જોવા મળી રહ્યાં છે. જેને લઈને જૂનાગઢના મતદારોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
શું છે જુનાગઢના મતદારોનો મિજાજ ? વિકાસના કામોને લઈને વરસાવી પ્રશ્નોની છડી, નવા સાંસદ સમાધાન કરે તેવી માંગ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
આગામી સાતમી તારીખે જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન થવા જઈ રહી છે અત્યારે જુનાગઢના વર્ષોથી ઉકેલ માંગતા પ્રશ્નોની એક વણઝાર જૂનાગઢના બુદ્ધિજીવી લોકોએ નવા સાંસદ સમક્ષ રાખી છે રેલ્વે થી લઈને હવાઈ માર્ગે જૂનાગઢને જોડવું ખેડૂતોના પ્રશ્નો કોર્પોરેશનમાં માળખાકીય સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલટેક્સ આ પ્રશ્નો આજે પણ જુનાગઢ માટે પ્રાણ પ્રશ્ન બની રહ્યા છે જે નવા સાંસદ ઉકેલે તેવી માંગ જૂનાગઢના મતદારો કરી રહ્યા છે. junagadh lok sabha seat
Published : Apr 23, 2024, 8:11 PM IST
|Updated : Apr 23, 2024, 8:58 PM IST
જુનાગઢની જનતાના પ્રશ્નો: રેલવેની કનેક્ટિવિટી થી લઈને હવાઈ સેવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેમાં આવતા ટોલબુથ ખેડૂતોની સમસ્યા પાક વીમો અને પોષણક્ષમ બજાર ભાવની સાથે જુનાગઢ કોર્પોરેશનનો અન્ય કોર્પોરેશનની સરખામણીએ ખૂબ જ ઓછો વિકાસ આ બધા મુદ્દાઓ પાછલા દસેક વર્ષથી સતત ચૂંટણીના સમયમાં ઉપસ્થિત થતા હોય છે પરંતુ તેનું હજુ સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.
જુનાગઢ જીલ્લો વિકાસથી વંચિત: જૂનાગઢ જિલ્લાના વિકાસની વાત કરીએ તો પાછલા દસ વર્ષ કરતા પણ વધુ સમયથી ગીરના જંગલ વિસ્તારમાં સતાવતો ઇકો સેનસેટિવ ઝોનનો મુદ્દો જે આજે પણ ગીર વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલીનો મુદ્દો બન્યો છે. સોમનાથ થી રાજકોટ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં જે ટોલ બુથ આવે છે, આ ટોલ બુથો પર ચાર્જને લઈને અનેક સમસ્યાઓ સોમનાથને દિલ્હી અને હરિદ્વાર સાથે જોડતી સીધી રેલવે સેવા જુનાગઢ જિલ્લાને હવાઈ માર્ગે જોડવાની વાતો અને ખાસ કરીને રોજગારીનું સર્જન થાય તે પ્રકારની યોજનાઓ આજ દિન સુધી જુનાગઢમાં જોવા મળતી નથી. જે નવા સાંસદ પૂરી કરે તેવી માંગ પણ જૂનાગઢના મતદારો કરી રહ્યા છે.