જુનાગઢ: વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર વિજેતા બનવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર વેગવાન બનાવ્યો છે. કચ્છ-મોરબી બેઠક માટે કુલ 16 જેટલા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને કુલ 11 જેટલા ઉમેદવાર કચ્છ લોકસભા બેઠક માટે મેદાનમાં હતા, ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ કોઈ ઉમેદવારે ફોર્મ પરત ના ખેંચતા કચ્છ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
કચ્છ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારોએ 16 જેટલા ફોર્મ ભર્યા હતા જેની ચકાસણી જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જિલ્લામાં કુલ ભરાયેલ 16 પૈકીનાં 14 ફોર્મ માન્ય રહ્યાં હતાં અને ભાજપ તેમજ કોંગ્રેસના બે ડમી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મ રદ થયાં હતાં. આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ દિવસ હોતા આજે કચ્છ બેઠક પર કુલ કેટલા દાવેદારો ચૂંટણી જંગમાં રહ્યા તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ક્યાં પક્ષના કયાં ઉમેદવાર
- ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા
- કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ,
- સર્વ સમાજ જનતા પાર્ટીના ભીમજી ભીખા બોચિયા
- ગુજરાત સર્વ સમાજ પાર્ટીના અરવિંદ અશોક સાંઘેલા
- રાઇટ ટુ રિકોલ પાર્ટીના રામજી જખુભાઇ દાફડા
- રાષ્ટ્રીય પાવર પાર્ટીમાંથી દેવાભાઇ મીઠાભાઇ ગોહિલ
- બહુજન સમાજ પાર્ટીના બછરા વિજયભાઈ વાલજીભાઈ
- હિંદવી સ્વરાજ્ય દળમાંથી વીરજી શામળિયા
- અપક્ષ મહિલા ઉમેદવાર તરીકે હીરાબેન દલપતભાઈ વણઝારા
- અપક્ષ ઉમેદવાર તરીકે બાબુલાલ લધા ચાવડા
- અપક્ષ મહિલા ઉમેદવાર તરીકે કવિતાબેન મચ્છોયા
8 રાજકીય પક્ષો અને 3 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી:કચ્છ જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ ઈટીવી ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું અને હવે કચ્છ લોકસભા બેઠક માટે 8 જેટલા રાજકીય પક્ષોના ઉમેદવારો અને 3 જેટલા અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
- કચ્છ મોરબી લોકસભા બેઠક માટે 11 જેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી - Lok Sabha seat 2024
- કચ્છ લોકસભા બેઠક પર 17 ચૂંટણીઓમાં માત્ર 2 વખત જ મહિલા ઉમેદવાર જીત્યા છે - Loksabha Election 2024