જામનગર:જામનગર લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા પૂનમ માડમને ભાજપે ફરીથી ટિકિટ આપી છે. ગત લોકસભાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમ અઢી લાખ મતથી ચૂંટણી જીત્યા હતા. જોકે આ વખતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે તમામ ઉમેદવારોને પાંચ લાખની લીડથી ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે.
રિવાબાએ આપી શુભેચ્છા:સાંસદ પૂનમ માડમના નામની જાહેરાત થતાં જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મો મીઠા કરી ઉજવણી કરી હતી. રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના લક્ષ્યાંકને પણ યાદ અપાવ્યો હતો.
પૂનમ માડમના રાજકીય કરિયર પર એક નજર કરીએ તો,
જામનગર પંથકમાં વર્ષોથી માડમ પરિવારનો દબદબો છે. ખાસ કરીને સાંસદ પૂનમ માડમના પિતા પણ વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા હતા. બાદમાં સાંસદ પૂનમ માડમ રાજકીય ક્ષેત્રમાં આવ્યા હતા. તેમણે સૌપ્રથમ ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે પૂનમબેને 38 હજાર કરતા વધુ મતે જીત મેળવી હતી.
ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમની જામનગર બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કાકા વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં તેમણે પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી વિજય મેળવ્યો હતો. 2019માં પણ પૂનમ માડમનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો.
સાંસદ પૂનમ માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અનેક વિકાસ કામો કર્યા છે અને લોકચાહના પણ બહોળી ધરાવે છે. જેના કારણે ભાજપ માવડી મંડળે સાંસદ પૂનમ માડમને ફરીથી રિપિટ કર્યા છે.
- Bharuch Lok Sabha Seat: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર, મનસુખ વસાવા સતત 7મી વાર ભાજપના ઉમેદવાર
- Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી અમિત શાહ બીજી વાર લડશે ચૂંટણી, મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી