જુનાગઢ: ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો ભાઈચારો: લોકસભાની ચૂંટણી માટે જૂનાગઢ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, ત્યારે હવે ધીમે ધીમે ચૂંટણી પ્રચારમાં પણ ઉનાળાની માફક ગરમી આવી રહી છે. આવા જ સમયે ખૂબ જ હકારાત્મકતા સામે આવી છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોના સમર્થનમાં જાહેર માર્ગો પર અને કેટલીક ખાનગી જગ્યા પર પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકીય પક્ષાપક્ષી થી ઉપર ઊઠીને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો માટે એકદમ હકારાત્મક સંદેશો આપતો હોય તે પ્રકારનો એક વિડીયો કેમેરામાં કેદ થયો છે. આ વિડીયો જુનાગઢ થી બીલખા માર્ગ પર જોવા મળ્યો જ્યાં એક જ જગ્યા પર ભાજપ અને કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એક સાથે બે રાજકીય પક્ષોના ઝંડા જોવા મળતા નથી, પરંતુ ચૂંટણીના સમયમાં હકારાત્મકતાનો સંદેશો આપતો આ વિડીયો કેમેરામાં કેદ થયો છે.
જુનાગઢમાં ચૂંટણી પ્રચારની મોસમ વચ્ચે એક સકારાત્મક વીડિયોએ જગાવી ચર્ચા - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
ધીમે ધીમે હવે ચૂંટણી પ્રચાર ઉનાળાની માફક ગતિ પકડી રહ્યો છે, ત્યારે ચૂંટણીના આ પ્રચારની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકરો અને નેતાઓ વચ્ચે થતા ઉગ્ર અને આક્રમક પ્રચારની વચ્ચે ભાઈચારામાં પણ ચૂંટણી લડી શકાય છે તેવો રસપ્રદ અને હકારાત્મક વિડિયો સામે આવ્યો છે જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઝંડા એક જ જગ્યા પર એક સાથે ફરકતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ્વલેજ કેમેરામાં કેદ થતા હોય છે.
![જુનાગઢમાં ચૂંટણી પ્રચારની મોસમ વચ્ચે એક સકારાત્મક વીડિયોએ જગાવી ચર્ચા - lok sabha election 2024 Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-04-2024/1200-675-21170659-thumbnail-16x9-jpg.jpg)
Published : Apr 7, 2024, 9:46 PM IST
પક્ષના કાર્યકરોએ ખૂબ સંયમ દાખવ્યો હશે: સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન જે તે રાજકીય પક્ષ તેમના ઉમેદવારોના સમર્થનમાં ઝંડા બેનર કે પતાકા લગાવતા હોય છે, સામાન્ય રીતે આ પ્રકારના કામોમાં પક્ષનો એકદમ સામાન્ય કાર્યકર વર્ગ જોડાયેલો હોય છે કેટલાક કિસ્સામાં એક રાજકીય પક્ષના કાર્યકરો અન્ય રાજકીય પક્ષના કાર્યકરના ઝંડા બેનર કે પતાકાઓ દૂર કરીને તેની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં તેના પક્ષના ઝંડાઓ લગાડતો હોય છે પરંતુ આજના આ વીડિયોમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઝંડા એક જ જગ્યા પર એક સાથે ફરકતા જોવા મળ્યા છે, જે ચૂંટણીમાં એકદમ હકારાત્મકતાનો સંદેશો પણ આપે છે.
જે કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષે પહેલા ઝંડો લગાવ્યો હશે, ત્યાર બાદ અન્ય રાજકીય પક્ષે પોતાનો ઝંડો લગાવ્યો હશે, પરંતુ આ કિસ્સામાં પહેલા અને બાદમાં ઝંડો લગાડનાર સામાન્ય કાર્યકરે બંને પક્ષની લાગણીને ધ્યાને રાખીને કોઈ પણ એક પક્ષના ઝંડાને ઉખેડી ફેંકવાની માનસિકતા જાહેર ન કરીને ચૂંટણીના સમયમાં સૌ કોઈ માટે એક હકારાત્મક સંદેશ લઈને પણ આવે છે.