હૈદરાબાદ: દર વર્ષે નવેમ્બરના ત્રીજા બુધવારે વિશ્વ COPD દિવસ મનાવવામાં આવે છે, અને વર્ષે 2024માં તે આ દિવસની ઉજવણી 20 નવેમ્બરે કરવામાં આવશે.
ચાલો જાણીએ સીઓપીડી શું છે?
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) એ ફેફસાની સામાન્ય બિમારી છે જે હવાના પ્રવાહને આવતા રોકે છે અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. જેને બીજા શબ્દોમાં ક્યારેક એમ્ફિસીમા અથવા ક્રોનિક બ્રોન્કાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
COPD ધરાવતા લોકોના ફેફસાં ક્ષતિગ્રસ્ત થઈ શકે છે અથવા કફથી ભરાઈ શકે છે. જો લક્ષણોની વાત કરીએ તો તેમાં ઉધરસ, ક્યારેક કફ, શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ લેતી વખતે છાતીમાંથી અમુક પ્રકારનો અવાજ આવવો અને થાકનો સમાવેશ થાય છે.
ધૂમ્રપાન અને વાયુ પ્રદૂષણ COPDના સૌથી સામાન્ય કારણો છે. COPD ધરાવતા લોકોને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારે હોય છે.
COPD રોગનો કોઈ ઈલાજ નથી, પરંતુ જો વ્યક્તિ ધૂમ્રપાન અને વાયુ પ્રદૂષણને ટાળવાનો પ્રયત્ન કરે અને ચેપને રોકવા માટે રસી મેળવે તો આ રોગના લક્ષણોમાં સુધારો થઈ શકે છે. આ રોગની સારવાર દવાઓ, ઓક્સિજન અને પલ્મોનરી રિહેબિલિટેશન દ્વારા પણ કરી શકાય છે.
ક્રોનિક બ્રોન્કાઇટિસ:
આ રોગ થતાં વ્યક્તિને શ્વાસનળીમાં લાંબા ગાળાની બળતરા, જે ફેફસામાં હવા વહન કરે છે, તે ક્રોનિક બ્રોન્કાઇટિસનું કારણ બને છે. બળતરાને કારણે ખૂબ લાળ ઉત્પન્ન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પરિણામે લાંબી ઉધરસ થાય છે. ક્રોનિક બ્રોન્કાઇટિસના દર્દીઓ વારંવાર ફેફસામાં ચેપ લાગવાની સંભાવના ધરાવે છે અને ઘણી વખત દર્દીને "ભીની" ઉધરસ પણ થાય છે.
એમ્ફિસીમા:
આ રોગમાં એમ્ફિસીમા તરીકે ઓળખાતી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે ફેફસાંની નાની હવાની કોથળીઓ અથવા "એલ્વેઓલી" કે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે માટે જવાબદાર છે તે નુકસાન પામે છે. આ રોગ ફેફસાંની ઓક્સિજન લેવાની ક્ષમતાને નબળી પાડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એમાં પણ ખાસ કરીને કસરત દરમિયાન આ તકલીફો થઈ શકે છે. આરામ કરતી વખતે પણ, એડવાન્સ્ડ એમ્ફિસીમા ધરાવતી વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
COPD રોગનો શું છે ઇતિહાસ:
વૈજ્ઞાનિકોના જૂથે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે કામ કર્યું અને યુ.એસ. નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઇન્સ્ટિટ્યૂટને 1998માં COPD, તેની સારવાર અને તેના નિવારણ અંગે જાગૃતિ વધારવા માટે ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ (GOLD)ની સ્થાપના કરવા વિનંતી કરી. આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, COPD વિશે જાગૃતિ કેળવવી અને લાખો લોકોને મદદ કરવી કે જેઓ આ રોગથી પીડાય છે અને આ રોગના કારણે વહેલા મૃત્યુ પામે છે. આ ઉપરાંત આ રોગ વિશેની ગૂંચવણો દૂર કરવી એ આ દિવસની ઉજવણી પાછળના GOLDના બે મુખ્ય ધ્યેયો છે.
2002 માં, પ્રથમ વિશ્વ COPD દિવસ મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે, 50 થી વધુ દેશોના આયોજકો આ ઇવેન્ટમાં ભાગ લે છે. GOLD, WHO જેવા જૂથોના સહયોગથી વિશ્વ COPD દિવસને પ્રોત્સાહન આપે છે.