ગુજરાત

gujarat

ETV Bharat / opinion

Mysterious death of Alexei Navalny : આંખમાં ખૂંચતા જાસૂસ અને પત્રકારોને દૂર કરવાના ષડયંત્રના ફિલ્મી કિસ્સા - Protest group Pussy Riot

ક્રેમલિનના ટીકાકારોના મુજબ જાસૂસો અને ઉંડી તપાસ કરી રહેલા પત્રકારો પર અલગ અલગ રીતે હુમલો કરવામાં આવ્યો અથવા હત્યા કરવામાં આવી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની નીતિઓના માટે મુખ્ય પડકાર રૂપ એલેક્સી નેવલનીનું મૃત્યુ રહસ્યોથી ઘેરાયેલું છે. ત્યારે આ લેખ તમને હત્યાના ષડયંત્રના એવા કિસ્સાઓમાં લઈ જશે જેમાં પોલોનિયમ મેળવેલી ચા, એક જીવલેણ નર્વ એજન્ટ, શોર્ટ રેન્જથી ગોળીબાર અથવા ખુલ્લી બારીમાંથી જીવલેણ ભૂસકો માર્યાનો સમાવેશ થાય છે.

આંખમાં ખૂંચતા પત્રકારોને દૂર કરવાના ષડયંત્ર
આંખમાં ખૂંચતા પત્રકારોને દૂર કરવાના ષડયંત્ર

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 5:54 PM IST

એસ્ટોનિયા :ક્રેમલિનના રાજકીય વિવેચકો અનુસાર વર્ષોથી વિદેશીઓના જીવલેણ હુમલા, પોલોનિયમ મેળવેલી ચા પીવાથી અથવા જીવલેણ નર્વ એજન્ટને સ્પર્શ કરવાથી ઝેરની અસરથી લઈને નજીકના અંતરે ગોળી મારવી અને ખુલ્લી બારીમાંથી જીવલેણ ભૂસકો મારવા સુધીની વિવિધ રીતે ટર્નકોટ જાસૂસો અને તપાસકર્તા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો અથવા તેઓની હત્યા કરી દેવામાં આવી છે.

શુક્રવારના રોજ રશિયન સત્તાધીશોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય રાજકીય ચેલેન્જર એલેક્સી નવલ્નીનું આર્કટિક જેલ કોલોનીમાં અવસાન થયું હતું. શું થયું તેની કોઈ માહિતી નથી. નેવલ્નીની ટીમનું કહેવું છે કે રશિયન સત્તાવાળાઓ કહે છે કે એલેક્સી કેવી રીતે મૃત્યુ પામ્યો, પરંતુ તેમની પાસે તેના મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. એલેક્સીના સાથીઓએ અગાઉ રશિયન અધિકારીઓ પર વર્ષ 2020 માં નર્વ એજન્ટ દ્વારા એલેક્સીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

પુતિનના શત્રુઓ પર હત્યાના પ્રયાસ તેમની સત્તાના લગભગ ક્વાર્ટર સદી દરમિયાન સામાન્ય રહ્યા છે. ભોગ બનનારની નજીકના લોકો અને થોડા બચી ગયેલા લોકોએ રશિયન સત્તાવાળાઓને દોષી ઠેરવ્યા છે. પરંતુ ક્રેમલિન નિયમિતપણે સંડોવણીનો ઇનકાર કરે છે. વિખ્યાત રશિયન અધિકારીઓના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે. જોકે આ કિસ્સા ઇરાદાપૂર્વક હત્યા કે આત્મહત્યાના હતા તે નક્કી કરવું ક્યારેક મુશ્કેલ હોય છે. જેમાં બારીમાંથી કુદી પડવાના કિસ્સાઓ પણ સામેલ છે.

ફૂલપ્રૂફ આયોજનપૂર્વક હત્યા અથવા હત્યાના પ્રયાસના કેટલાક મુખ્ય કિસ્સા :

  • રાજકીય વિરોધીઓ

વર્ષ 2020 ઓગસ્ટમાં એલેક્સી નાવલ્ની સાઇબિરીયાથી મોસ્કો જતી ફ્લાઇટમાં બીમાર પડ્યા હતો. તેથી વિમાનને ઓમ્સ્ક શહેરમાં ઉતાર્યું જ્યાં તેને કોમાની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બે દિવસ પછી તેને બર્લિનમાં એરલિફ્ટ કરવામાં આવ્યો અને જ્યાં તે સ્વસ્થ થયો.

એલેક્સીના સાથીઓએ લગભગ તરત જ કહ્યું કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. પરંતુ રશિયન અધિકારીઓએ તેનો ઇનકાર કર્યો હતો. જર્મની, ફ્રાન્સ અને સ્વીડનની લેબ્સે પુષ્ટિ કરી હતી કે નોવિચોક તરીકે ઓળખાતા સોવિયેત યુગના નર્વ એજન્ટ દ્વારા એલેક્સી નવલ્નીને ઝેર આપવામાં આવ્યું હતું. જેને તેના અન્ડરવેર પર લગાવવામાં આવ્યું હતું.

નેવલ્ની રશિયા પરત ફર્યો અને ગયા ઓગસ્ટમાં ઉગ્રવાદ માટે તેને દોષિત ઠેરવી 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. બે વર્ષમાં આ તેની ત્રીજી જેલની સજા હતી. તેણે કહ્યું કે આ આરોપો રાજકીય પ્રેરિત છે. શુક્રવારે રશિયાની ફેડરલ પેનિટેન્શિઅરી સર્વિસે જણાવ્યું કે, નેવલ્ની ચાલવાના સમયે અસ્વસ્થ અનુભવે છે અને ચેતના ગુમાવી દે છે. એક એમ્બ્યુલન્સ આવી પરંતુ તેને પુનર્જીવિત કરી શકાયો નહીં.

2018 માં વિરોધ જૂથ Pussy Riot ના સ્થાપક પ્યોટર વર્ઝિલોવ (Pyotr Verzilov) ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમને બર્લિન પણ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ જણાવ્યું હતું કે ઝેર ખૂબ જ મંદ હતું. જોકે સદનસીબે આખરે તે સ્વસ્થ થયો. તે વર્ષની શરૂઆતમાં વર્ઝિલોવે પોલીસની નિર્દયતાનો વિરોધ કરવા માટે અન્ય ત્રણ આંદોલનકારી સાથે મોસ્કોમાં સોકર વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન મેદાન પર દોડીને ક્રેમલિનને શરમાવ્યું હતું. તેના સાથીઓએ કહ્યું કે તેની સક્રિયતાને કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો છે.

અગ્રણી વિપક્ષી વ્યક્તિ વ્લાદિમીર કારા-મુર્ઝા માને છે કે વર્ષ 2015 અને 2017 માં તેને ઝેર આપવાના પ્રયાસો થયા તેમાંથી બચી ગયો હતો. પ્રથમ કિસ્સામાં તે કિડનીની નિષ્ફળતાને કારણે મૃત્યુ પામતા માંડ માંડ બચ્યો હતો. જેમાં ઝેરની શંકા હતી પરંતુ કોઈ કારણ નક્કી કરવામાં આવ્યું ન હતું. તેને 2017 માં આવી જ બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તે તબીબી રીતે પ્રેરિત કોમામાં ગયો હતો. તેની પત્નીએ કહ્યું કે ડોકટરોએ પુષ્ટિ કરી કે તેને ઝેર આપવામાં આવ્યું હતું.

કારા-મુર્ઝા બચી ગયા અને તેમના વકીલના જણાવ્યા અનુસાર પોલીસે તપાસ કરવાનો ઇનકાર કર્યો છે. ગયા વર્ષે તેને રાજદ્રોહ માટે દોષી ઠેરવી 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જાન્યુઆરીમાં તેને સાઇબિરીયાની જેલમાં ખસેડવામાં આવ્યો અને કથિત નાના નિયમના ઉલ્લંઘન બદલ તેને એકાંત કેદમાં રાખવામાં આવ્યો હતો.

તાજેતરના વર્ષોમાં સૌથી મોટા રાજકીય વિરોધી પ્રોફાઇલની હત્યાના કિસ્સામાંથી એક બોરિસ નેમ્ત્સોવની હત્યા હતી. એકવાર બોરિસ યેલત્સિન હેઠળ નાયબ વડાપ્રધાન નેમ્ત્સોવ લોકપ્રિય રાજકારણી અને પુતિનના કઠોર ટીકાકાર હતા. વર્ષ 2015 માં ફેબ્રુઆરીની ઠંડીની રાત્રે ક્રેમલિનને અડીને આવેલા પુલ પર હુમલાખોરો દ્વારા ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. નેમ્ત્સોવની હત્યા માટે ચેચન્યાના રશિયન પ્રદેશના પાંચ માણસોને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ નેમ્ત્સોવના સાથીઓએ કહ્યું કે તે સરકાર પરથી દોષ ફેરવવાનો પ્રયાસ હતો.

  • ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ

વર્ષ 2006માં KGB અને તેની સોવિયેત પછીની અનુગામી એજન્સી FSB ના ભૂતપૂર્વ એજન્ટ રશિયન ડિફેક્ટર એલેક્ઝાન્ડર લિટવિનેન્કો કિરણોત્સર્ગી પોલોનિયમ-210 મેળવેલી ચા પીધા પછી લંડનમાં ખરાબ રીતે બીમાર પડ્યા હતા. ઉપરાંત ત્રણ અઠવાડિયા પછી તેમનું અવસાન થયું હતું.

રશિયન પત્રકાર અન્ના પોલિટકોવસ્કાયાની ગોળી મારી હત્યા કરવા તેમજ સંગઠિત અપરાધ સાથે સંકળાયેલી રશિયન ગુપ્તચર સંસ્થાની કથિત લિંક્સ અંગે લિટવિનેન્કો તપાસ કરી રહ્યા હતા. લિટવિનેન્કોએ મૃત્યુ પહેલાં પત્રકારોને જણાવ્યું કે, એફએસબી હજી પણ સોવિયેત યુગની ઝેરની પ્રયોગશાળા ચલાવે છે. બ્રિટિશ તપાસમાં જાણવા મળ્યું કે કદાચ પુતિનની મંજૂરીથી રશિયન એજન્ટોએ લિટવિનેન્કોની હત્યા કરી હતી. પરંતુ ક્રેમલિને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

અન્ય ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારી સર્ગેઈ સ્ક્રિપાલને 2018 માં બ્રિટનમાં ઝેર આપવામાં આવ્યું હતું. તે અને તેની પુત્રી યુલિયા સેલિસ્બરી શહેરમાં બીમાર પડ્યા અને ગંભીર સ્થિતિમાં અઠવાડિયું વિતાવ્યું હતું. તેઓ બચી ગયા પરંતુ આ કથીત હુમલામાં પાછળથી એક બ્રિટિશ મહિલાનો જીવ ગયો તથા એક પુરુષ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે બીમાર પડ્યા હતા.

સત્તાધીશોએ જણાવ્યું કે તેઓ બંનેને મિલિટરી ગ્રેડ નર્વ એજન્ટ નોવિચોક દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. બ્રિટને રશિયન ઇન્ટેલિજન્સ પર આરોપ મૂક્યો, પરંતુ મોસ્કોએ કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. પોતાની જાસૂસી કારકિર્દી દરમિયાન બ્રિટન માટે ડબલ એજન્ટની ભૂમિકામાં રહેનાર સ્ક્રિપાલને પુતિને ક્રેમલિન માટે કોઈ રસ ન ધરાવતો સ્કમ્બાગ કહ્યો હતો. કારણ કે તેના પર રશિયામાં કેસ કરવામાં આવ્યો અને 2010 માં તેની જાસૂસીની અદલાબદલી કરવામાં આવી હતી.

  • પત્રકારો

રશિયામાં સત્તાધિકારીઓની ટીકા કરનાર અસંખ્ય પત્રકારો માર્યા ગયા અથવા રહસ્યમય મૃત્યુનો ભોગ બન્યા છે. તેમના સાથીદારોએ કેટલાક કિસ્સાઓમાં રાજકીય વંશવેલામાંથી કોઈને દોષી ઠેરવ્યા છે. અન્ય કિસ્સાઓમાં અધિકારીઓની તપાસ કરવામાં અનિચ્છાએ શંકા ઊભી કરી છે.

નોવાયા ગેઝેટાના પત્રકાર મૃત્યુની લિટવિનેન્કો તપાસ કરી રહી હતી. વર્ષ 2006માં 7 ઓક્ટોબર પુતિનના જન્મદિવસના રોજ પોલિટકોવસ્કાયાની મોસ્કો એપાર્ટમેન્ટ બિલ્ડિંગની લિફ્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલિટકોવસ્કાયાએ ચેચન્યામાં માનવાધિકારના હનન અંગેના રિપોર્ટિંગ માટે આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી હતી. ચેચન્યાના ગનમેનને હત્યા માટે દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચેચન્યાના અન્ય ચાર શખ્સોને હત્યામાં તેમની સંડોવણી બદલ ટૂંકી જેલની સજા આપવામાં આવી હતી.

નોવાયા ગેઝેટાના અન્ય એક રિપોર્ટર યુરી શેકોચિખિનનું 2003 માં અચાનક ગંભીર બીમારીથી અવસાન થયું હતું. યુરી શ્ચેકોચિખિન ભ્રષ્ટ વ્યવસાયિક સોદા અને ચેચન વિદ્રોહીઓ પર દોષી ઠેરવવામાં આવેલા 1999ના એપાર્ટમેન્ટ હાઉસ બોમ્બ ધડાકામાં રશિયન સુરક્ષા સર્વિસની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહ્યા હતા. તેના સાથીદારોએ તેને ઝેર આપવામાં આવ્યું હોવાના અને અધિકારીઓ પર ઇરાદાપૂર્વક તપાસમાં અવરોધ લાવવાનો આરોપ મૂક્યો હતો.

  • રહસ્યમય વિમાન દુર્ઘટના

ગયા ઓગસ્ટમાં એક વિમાન દુર્ઘટનામાં યેવજેની પ્રિગોઝિન અને તેની વેગનર ખાનગી લશ્કરી કંપનીના ટોચના લેફ્ટનન્ટ માર્યા ગયા હતા. આ ઘટનાના બે મહિના પહેલા જ યેવજેની પ્રિગોઝિને સશસ્ત્ર બળવો શરૂ કર્યો હતો. જેને પુતિને પીઠમાં છરો અને રાજદ્રોહ તરીકે સંબોધન કર્યું હતું. પુતિનની ટીકા કરતા ન હોવા છતાં પ્રિગોઝિને રશિયન લશ્કરી નેતૃત્વની નિંદા કરી અને યુક્રેન યુદ્ધમાં જવાના હેતુ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

યુએસ અને પશ્ચિમી અધિકારીઓના જણાવ્યા અનુસાર US ઇન્ટેલિજન્સ એસેસમેન્ટમાં જાણવા મળ્યું છે કે જે ક્રેશમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા તે ઇરાદાપૂર્વક વિસ્ફોટને કારણે થયો હતો. અમુક અધિકારીઓ ટિપ્પણી કરવા માટે અધિકૃત ન હતા માટે નામ ન આપવાની શરતે વાત કરતા કહ્યું કે, આ વિસ્ફોટ પુતિનના ટીકાકારોને ચૂપ કરવાના પ્રયાસના લાંબા ઇતિહાસ સાથે સુસંગત છે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ક્રેમલિનના ક્રેશ પાછળના આરોપોને નકારી કાઢતાં કહ્યું કે, અલબત્ત પશ્ચિમમાં તે અટકળો ચોક્કસ રીતે મૂકવામાં આવી છે તે તમામ સંપૂર્ણપણે જૂઠાણું છે.

ABOUT THE AUTHOR

...view details