વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને યુએસ ડૉલરની જગ્યાએ અન્ય કોઈ ચલણનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. ટ્રમ્પે ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલ સહિત નવ દેશોના સમૂહ બ્રિક્સને વચન આપવા કહ્યું કે તેઓ આવું નહીં કરે.
2009 માં સ્થપાયેલ BRICS એ એકમાત્ર મુખ્ય આંતરરાષ્ટ્રીય જૂથ છે જેમાં અમેરિકા સામેલ નથી. બ્રિક્સના અન્ય સભ્યો દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બ્રિક્સ દેશો, ખાસ કરીને રશિયા અને ચીન યુએસ ડોલરના વિકલ્પ તરીકે પોતાનું ચલણ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ભારત હજુ સુધી આવા કોઈ પગલામાં સામેલ થયું નથી.
ટ્રમ્પે શનિવારે બ્રિક્સ દેશોને આવા કોઈપણ પગલા સામે ચેતવણી આપી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, "એ યુગ કે જ્યારે બ્રિક્સ દેશો ડોલરથી દૂર જવાનો પ્રયાસ કરે છે અને અમે મૂક દર્શકોની જેમ જોતા રહીએ તે સમય સમાપ્ત થઈ ગયો છે."
તેમણે કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે તે દેશો વચન આપે કે તેઓ ન તો નવી બ્રિક્સ ચલણ બનાવશે કે ન તો શક્તિશાળી યુએસ ડૉલરની જગ્યાએ અન્ય કોઈ ચલણને સમર્થન આપશે, અન્યથા તેમના પર 100 % ટેરિફ લાદવામાં આવશે, અને અદ્ભુત એવા યુએસ બજારોમાં માલ વેચવાની આશા છોડી દેવી પડશે.
આ પણ વાંચો:
- અમેરિકામાં કાશ પટેલને મળી મોટી જવાબદારી, ટ્રમ્પે FBIના આગામી ડિરેક્ટર પદ માટે નિયુક્ત કર્યા
- બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવા માટે ભારત પગલાં ઉઠાવે, RSSની સરકારને અપીલ