ગુજરાત

gujarat

ETV Bharat / international

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભારતીય બોલિવૂડના ચાહક, જાણો શું કહ્યું...

બોલિવૂડ વિશે વાત કરતાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય ફિલ્મ પણ અન્ય બ્રિક્સ દેશની સરખામણીમાં રશિયામાં વધુ લોકપ્રિય છે.

રાષ્ટ્રપતિ પુતિન પણ છે ભારતીય બોલિવૂડના ચાહક
રાષ્ટ્રપતિ પુતિન પણ છે ભારતીય બોલિવૂડના ચાહક (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 9:20 AM IST

મોસ્કો:રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ આ શુક્રવારે ભારતના બોલિવૂડની પ્રશંસા કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન પહેલા એક મીડિયા બ્રિફિંગમાં તેમણે જણાવ્યું કે, ભારતીય ફિલ્મો તેમના દેશમાં સૌથી વધારે લોકપ્રિય છે. ત્યારબાદ મીડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન કે રૂસમાં ફિલ્મોની શૂટિંગ મતે શું તેઓ બ્રિક્સના સભ્ય દેશોને પ્રોત્સાહન આપશે? તો આના વળતાં જવાબ તરીકે પુતિને જણાવ્યું કે, જો અમે બ્રિક્સના સભ્ય રાજ્યોને પસંદ જોઈએ તો મને લાગે છે કે આ દેશમાં ભારતીય ફિલ્મો સૌથી લોકપ્રિય છે. અમારી પાસ એક વિશેષ ટીવી ચેનલ છે.

સિનેમા એકેડમીની સ્થાપના: પુતિને વાત કરતાં કહ્યું કે, તેઓ તેમના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ પ્રસ્તાવ વિશે વાત કરશે. તેમને વિશ્વાસ છે કે બંને દેશો સાથે મળીને કોઈક સારો નિર્ણય લેશે. તેઓએ કહ્યું કે, કઝાન પાસે માત્ર ભારતીય ફિલ્મો માટે જ નહીં પરંતુ બ્રિક્સ દેશો માટે પણ ઘણું બધું ઑફર કરવા માટે છે. રશિયા ઈચ્છે છે કે ભારત અને અન્ય સભ્ય દેશોના કલાકારો તેમની સંસ્કૃતિના પ્રચાર માટે અહીં કામ કરે. તેમણે કહ્યું કે, 'અમે સિનેમા એકેડમીની સ્થાપના કરી છે.'

રશિયન જનતા બોલિવૂડ ફિલ્મો સાથે ખૂબ જોડાયેલી:પુતિને વધુમાં જણાવતા કહ્યું કે, ખાસ કરીને બોલિવૂડની ફિલ્મો રશિયામાં ખૂબ પ્રખ્યાત છે. બંને સમાજો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને સાંસ્કૃતિક રીતે ઘણું શેર પણ કરે છે. રશિયન જનતા બોલિવૂડ ફિલ્મોની વાર્તાઓ સાથે ખૂબ જ જોડાયેલી લાગે છે.

ભારતીય ફિલ્મ ડિસ્કો ડાન્સર (1982):તમને જણાવી દઈએ કે સોવિયેત યુનિયનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ ડિસ્કો ડાન્સર (1982) હતી, જે રાહતી માસૂમ રઝા દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મમાં એક્ટર મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતા. આજે પણ આ ફિલ્મના ગીતો રશિયામાં રેસ્ટોરાંમાં વગાડવામાં આવે છે.

ભવિષ્યમાં સંગીત સમારોહનું આયોજન: પુતિને એમ પણ કહ્યું કે, તેઓ અન્ય બ્રિક્સ દેશો સાથે મળીને ભવિષ્યમાં સંગીત સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. ભવિષ્યમાં અમે આ દિશામાં સંયુક્ત રીતે કામ કરીશું.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબરના રોજ રશિયાની મુલાકાત લેશે.

આ પણ વાંચો:

  1. બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ પાંચ આરોપી ઝડપાયા, કુલ 9ની ધરપકડ
  2. PM મોદી રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર રશિયા જશે, BRICS સમિટમાં ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details