ગુજરાત

gujarat

ETV Bharat / international

શું રશિયા-યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં અટકી શકશે? પુતિન અને ટ્રમ્પ કરી રહ્યા છે બેઠકનું આયોજન - RUSSIA UKRAINE WAR

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત થઈ શકે છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો રાજદ્વારી ઉકેલ આવી શકે છે.

પુતિન અને ટ્રમ્પ
પુતિન અને ટ્રમ્પ (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 7:41 AM IST

મોસ્કો :અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છાનું રશિયાએ સ્વાગત કર્યું છે. આ અંગે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે બેઠકની યોજનામાં પ્રગતિ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે, તેમની અને પુતિન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે ?એવી આશા છે કે ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પરત ફરવાથી રશિયા-યુક્રેન યુદ્ધનો રાજદ્વારી ઉકેલ આવી શકે છે. જોકે, આનાથી કિવમાં ડર પણ વધ્યો છે કે યુક્રેનને કોઈપણ ઉતાવળમાં શાંતિ કરાર માટે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે, તેઓ 24 કલાકની અંદર રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. જોકે, હવે તેઓ અને તેમના સલાહકારો પદ સંભાળ્યાના થોડા મહિનામાં આ મુદ્દાને ઉકેલવાની વાત કરી રહ્યા છે.

પુતિન અને ટ્રમ્પ વચ્ચે બેઠક :ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, "પુતિને વારંવાર ટ્રમ્પ સહિત આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે કોઈ શરતોની જરૂર નથી, (માત્ર) વાતચીત દ્વારા હાલની સમસ્યાઓને ઉકેલવા માટે પરસ્પર રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. અમે જોઈએ છીએ કે ટ્રમ્પે પણ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની તૈયારી દર્શાવી છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ."

ડોનાલ્ડ ટ્રમ્પે કરી પહેલ :દિમિત્રી પેસ્કોવના જણાવ્યા અનુસાર, હજુ સુધી આ બેઠક માટે કોઈ ચોક્કસ યોજના નથી, પરંતુ રશિયા તે ધારણા પર કામ કરી રહ્યું છે કે બંને પક્ષો તેના માટે તૈયાર છે. સ્વાભાવિક છે કે, ટ્રમ્પ ઓવલ ઓફિસમાં પ્રવેશ્યા પછી થોડી હંગામો થશે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું, "રાષ્ટ્રપતિ પુતિન મળવા માંગે છે. તેમણે જાહેરમાં પણ આ વાત કહી છે અને આપણે આ યુદ્ધને સમાપ્ત કરવું પડશે. તે એક લોહિયાળ ગડબડ છે."

  1. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત બાદ અટકશે યુદ્ધ, શું બંને નેતાઓ ભારતમાં મળશે?
  2. નેતન્યાહુ અને ટ્રમ્પ વચ્ચે ટેલીફોનીક વાતચીત થઈ, ઈઝરાયેલની જીત અંગે ચર્ચા થઈ

ABOUT THE AUTHOR

...view details