અમેરિકા :યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હોવાની માહિતી સામે આવી છે. જેમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની વાત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતો એક વિડીયો યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત...
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત સકારાત્મક હતી અને 'શાંતિ કરાર' તથા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુએસ અને યુક્રેનના રાષ્ટ્રપતિઓએ શુક્રવારે મ્યુનિકમાં યોજાનારી બેઠક વિશે વાત કરી હતી, જ્યાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
પુતિન અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત...
પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિનની જેમ બંને નેતાઓ પણ શાંતિ ઈચ્છે છે. અમે સંખ્યાબંધ યુદ્ધ-સંબંધિત વિષયો પર ચર્ચા કરી, પરંતુ મુખ્યત્વે મ્યુનિકમાં શુક્રવારની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ શેર કર્યો વીડિયો :યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પણ આ અંગે માહિતી શેર કરતી પોસ્ટમાં લખ્યું કે, મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે લાંબી અને વિગતવાર વાતચીત કરી. અમારી વહેંચાયેલ તકો અને અમે કેવી રીતે સાથે મળીને વાસ્તવિક શાંતિ લાવી શકીએ તે અંગેના તેમના સાચા રસની હું પ્રશંસા કરું છું. અમે રાજદ્વારી, સૈન્ય અને આર્થિક - ઘણા પાસાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ પુતિને જે કહ્યું તે ટ્રમ્પે મને કહ્યું. અમે માનીએ છીએ કે યુક્રેન અને અમારા તમામ ભાગીદારો સાથે મળીને અમેરિકાની તાકાત રશિયાને શાંતિ તરફ ધકેલવા માટે પૂરતી છે.
- ટ્રમ્પ-પુટિને યુક્રેન યુદ્ધ વિશે વાત કરી ? ક્રેમલિનના પ્રવક્તાએ આપ્યો જવાબ
- ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ અટકશે યુદ્ધ, શું નેતાઓ ભારતમાં મળશે?