તેલ અવીવ:ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે. સુરક્ષા કેબિનેટની બેઠકની શરૂઆતમાં નેતન્યાહૂએ કહ્યું કે જે કોઈ પણ તેમના પર હુમલો કરશે, તેઓ જવાબી કાર્યવાહી કરશે.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ વાતો લખી હતી. તેણે કહ્યું કે ઈઝરાયેલ પરનો હુમલો 'નિષ્ફળ' રહ્યો. તેમણે લખ્યું કે હું જાફામાં આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેણે અમેરિકાના સમર્થન બદલ આભાર પણ માન્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી હાઈટેક છે. તેના કારણે અમારી સેનાએ ઈરાની હુમલાને નિષ્ફળ બનાવ્યો.