નવી દિલ્હી : ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેની સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હકીકતમાં, હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ 2023 મુજબ, દેશમાં 1,319 લોકો પાસે 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. અમીર લોકોની યાદીમાં શામેલ લોકોની સંખ્યામાં એક વર્ષમાં 216 અમીર લોકોનો વધારો થયો છે. આ લિસ્ટમાં પહેલીવાર 270 લોકોને સ્થાન મળ્યું છે. પહેલીવાર આ યાદીમાં સામેલ લોકોની સંખ્યા 1,300ને વટાવી ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યામાં 76 ટકાનો વધારો થયો છે. બીજી તરફ ચીન અને બ્રિટનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે યુરોપમાં સ્થિરતા આવી છે.
વિશ્વના સૌથી ધનિક લોકોની અધિકૃત યાદી : હુરુન રીચ લિસ્ટ પ્રકાશિત કરનાર સંશોધન જૂથ હારુન ગ્લોબલના પ્રમુખ રુપર્ટ હૂગેવર્ફે જણાવ્યું હતું કે આ વલણ વિકાસમાં નોંધપાત્ર અસમાનતાઓને પ્રકાશિત કરે છે. 1998થી શ્રીમંતોનો ઇતિહાસ લખી રહેલા હૂગવર્ફે જણાવ્યું હતું કે તેઓ વિશ્વના અન્ય ભાગોમાં તેમના સાથીદારો કરતાં ભારતીય ઉદ્યોગપતિઓમાં વધુ આત્મવિશ્વાસ જુએ છે. તેમણે કહ્યું કે ભારતના ઉદ્યોગપતિઓ માને છે કે આગામી વર્ષ વધુ સારું રહેશે, જ્યારે ચીનના વેપારીઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે અને તેઓ વિચારે છે કે આગામી વર્ષ ખરાબ રહેશે. યુરોપમાં પણ આશાવાદ નથી.
ચીનમાંથી શરુઆત : 25 વર્ષ પહેલા ચીનમાં લિસ્ટ બિઝનેસ શરૂ કરનાર હુરુનના ચેરમેને જણાવ્યું હતું કે ભારતની સમૃદ્ધ યાદી તેના ચીની સમકક્ષની તુલનામાં રચનામાં અલગ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગ સાહસિકતાની સૌથી વિશેષ બાબત તેનું કુટુંબ આધારિત માળખું છે, જેમાં પેઢીઓ સુધી ફેલાયેલા મજબૂત વ્યવસાયો છે. આ સાતત્ય ચીનમાં બહુ-પેઢીના સાહસોના અભાવ સાથે વિરોધાભાસી છે, જો કે આ (કુટુંબ-આધારિત વ્યવસાય માળખું) બેધારી તલવાર રજૂ કરે છે.
આંતરપેઢીની સંપત્તિનો નોંધપાત્ર સંચય :હુરુનના ચેરમેને જણાવ્યું હતું કે ભારત, જર્મની અને જાપાન પારિવારિક વ્યવસાયોની નોંધપાત્ર હાજરી સાથે અપવાદરૂપે મજબૂત છે, અને તેના કારણે આંતરપેઢીની સંપત્તિનો નોંધપાત્ર સંચય થયો છે. તેનાથી વિપરીત, યુએસ એક અલગ પેટર્ન દર્શાવે છે, જેમાં લગભગ 60 ટકાથી 70 ટકા વ્યવસાયો પ્રથમ પેઢીના છે. દરમિયાન, હોંગકોંગ અને તાઇવાન સહિત ચીનમાં પેઢીઓથી ચાલતાં બિઝનેસ હાઉસનો અભાવ છે. જો કે, હારુન અધ્યક્ષ ભારતના પરિવાર આધારિત માળખાને બેધારી તલવાર માને છે. રુપર્ટ હૂગેવર્ફ માને છે કે આ પરંપરાને સમૃદ્ધ બનાવી શકે છે, પરંતુ તે નવીકરણને અસર કરે છે.
આગામી સમયમાં હરણફાળ : હુરુનના સ્થાપક કહે છે કે આવનારા કેટલાક વર્ષોમાં મોટાભાગના ધનિકો બે ક્ષેત્રોમાંથી બહાર આવવાના છે. પહેલું સેક્ટર છે (AI) અને બીજું સેક્ટર ઇલેક્ટ્રિક વાહનો છે. વર્તમાન સમયમાં AIના કારણે ઘણી કંપનીઓને ફાયદો થયો છે. માઇક્રોસોફ્ટના મૂલ્યાંકનમાં $700-800 બિલિયનનો ઉછાળો આવ્યો છે, અને બીજું તોળાઈ રહેલી નવીનીકરણીય ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહન (EV) ક્રાંતિ છે. ખાસ કરીને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોના મામલે ઘણો વિકાસ થઈ રહ્યો છે.
- Hurun India Rich List 2023 : ગૌતમ અદાણીને પછાડીને મુકેશ અંબાણી બન્યા સૌથી ધનિક ભારતીય
- IIFL વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2022માં ગુજરાતીઓનો દબદબો