હૈદરાબાદ: કલોંજી અથવા કાળું જીરું દેખાવમાં ખૂબ જ નાનું હોઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્ય લાભના મામલે તેનું સ્થાન ખૂબ જ ઊંચું છે. કલોંજીનો ઉપયોગ કેટલાક ખાદ્યપદાર્થમાં સ્વાદ ઉમેરવા માટે પણ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેના અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે જાણતા નથી. વાસ્તવમાં, ઘણા પોષક તત્ત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર, કલોંજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ છે. તે આયર્ન, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબરનો ભંડાર છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, કલોંજીના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે, તેને નિયમિતપણે આહારમાં સામેલ કરવું જોઈએ. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. જાણો કલોંજીના સેવનથી શરીરને શું શું ફાયદા થાય છે.
હૃદય આરોગ્ય
કલોંજીમાં પોલી અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તે કોલસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં ફાયદાકારક છે. તેથી તમે નિયમિતપણે તમારા આહારમાં કાળા જીરાનો સમાવેશ કરી શકો છો.
ડાયાબિટીસ
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે કલોંજી એક સારો ઉપાય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના માટે સવારે ખાલી પેટે 2 ગ્રામ કલોંજીનું સેવન કરો. તેમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ્સ પણ છે. જે ટાઇપ 2 ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે.
પાચન
પાચન સંબંધિત સમસ્યાઓ માટે કલોંજી શ્રેષ્ઠ ઉપાયોમાંથી પૈકી એક છે. તે ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું અને અલ્સર માટે ઉત્તમ ઉપાય છે. પાંચ મિલીલીટર કલોંજીના તેલમાં મધ મિલાવીને સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
મસા અને કબજિયાત