મુંબઈઃપ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગાની ઈન્ડો-અમેરિકન ફિલ્મ 'અનુજા'ને ઓસ્કાર માટે નોમિનેશન મળ્યું છે. જ્યારે આ ખુશ ખબર પર તેમના ચાહકો ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દરેકનું ધ્યાન આ શોર્ટ ફિલ્મમાં જોવા મળેલી 9 વર્ષની છોકરી પર છે. જે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આટલી નાની ઉંમરમાં આટલી ટેલેન્ટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે, છોકરી પાસે ફિલ્મી બેકગ્રાઉન્ડ પણ નથી. ઓસ્કારમાં નોમિનેશન મેળવવું એ નાની વાત નથી. તો ચાલો જાણીએ કોણ છે સજદા પઠાણ અને તેની મોટિવેશનલ સ્ટોરી.
કોણ છે સજદા પઠાણ?
જ્યારે 'અનુજા'ને ઓસ્કાર નોમિનેશન મળ્યું. ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો કે, મુખ્ય ભૂમિકા ભજવનારી ટેલેન્ટેડ છોકરી કોણ છે? તો અમે તમારા માટે આનો જવાબ લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે, સજદા એક બાળ મજૂર હતી. જેને સલામ બાલક ટ્રસ્ટ દ્વારા બચાવી લેવામાં આવી હતી અને તે હાલમાં NGOના SBT ડે કેર સેન્ટરમાં રહે છે. દિલ્હીની સડકો પરથી લાવીને NGOએ સજદાને ભણાવી અને હવે તે અભિનયમાં નામ કમાઈ રહી છે. આ ટ્રસ્ટની શરૂઆત 1988માં મીરા નાયરની ઓસ્કાર નામાંકિત ફિલ્મ સલામ બોમ્બેના પૈસાથી કરવામાં આવી હતી. આ ટ્રસ્ટે શાઈન ગ્લોબલ અને ક્રિષ્ના નાઈક ફિલ્મ્સના સહયોગથી 'અનુજા' બનાવી છે. 'અનુજા' સજદાની બીજી ફિલ્મ છે, તેની પહેલી ફિચર ફિલ્મ 'ધ બ્રેડ' હતી. જે 2023માં રિલીઝ થઈ હતી.
શું છે 'અનુજા'ની વાર્તા?