ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

વિક્રાંત મેસીનો ચોંકાવનારો ખુલાસો, 'ધ સાબરમતી રિપોર્ટ' માટે મળી રહી છે "ધમકી" - VIKRANT MASSEY RECEIVED THREAT

અભિનેતા વિક્રાંત મેસીએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સાથે જોડાયેલ હોવાથી ધમકીઓ મળી રહી છે. જુઓ વિગતવાર માહિતી

અભિનેતા વિક્રાંત મેસી
અભિનેતા વિક્રાંત મેસી (ANI)

By ANI

Published : Nov 7, 2024, 8:18 AM IST

મુંબઈ :અભિનેતા વિક્રાંત મેસીની આગામી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવાની વાસ્તવિક ઘટના પર આધારિત છે.

વિક્રાંત મેસીનો ચોંકાવનારો ખુલાસો :6 નવેમ્બર, બુધવારના રોજ આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિક્રાંત મેસીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ અને સંવેદનશીલ ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના સાથે સંકળાયેલા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોવા બદલ તેમને ધમકી મળી રહી હોવાની વાત કરી હતી.

વિક્રાંતને મળી ધમકી ?વિક્રાંત મેસીએ કહ્યું કે, "જી હાં આયે હૈ ઔર આ રહે હૈ (હા, મને ધમકી મળી રહી છે). પરંતુ જેમ મેં કહ્યું કે, અમે કલાકાર છીએ અને વાર્તા કહીએ છીએ. આ ફિલ્મ સંપૂર્ણપણે તથ્યો પર આધારિત છે. તે એવી વસ્તુ છે જેની સાથે હું વ્યવહાર કરી રહ્યો છું અથવા અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે તેની સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે અમે તેની સાથે એ રીતે વ્યવહાર કરીશું જે રીતે થવો જોઈએ."

'ધ સાબરમતી રિપોર્ટ' :સાબરમતી રિપોર્ટ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે અને શોભા કપૂર, એકતા આર. કપૂર, અમૂલ વી. મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં વિક્રાંત એક પત્રકારની ભૂમિકા ભજવે છે, જે સાબરમતી રિપોર્ટમાં 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પાછળ સત્યની તપાસ કરે છે. સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

  1. વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ
  2. વિક્રાંત મેસીની 'ધ સાબરમતી રિપોર્ટ'ની રિલીઝ પાછી ઠેલાઈ

ABOUT THE AUTHOR

...view details