ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

હવે સિનેમાઘરોમાં છોટા ભીમ, ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત - CHHOTA BHEEM

રાજીવ ચિલ્કા અને મેઘા ચિલ્કા દ્વારા નિર્મિત, બાળકોનો પ્રિય સુપરહીરો છોટા ભીમ અને તેની સેના દર્શકોનું મનોરંજન કરવા ફરી આવી રહી છે સિનેમાઘરોમાં, ત્યારે ભીમ સહિત તમામ સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે આવી હતી.

છોટા ભીમની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે
છોટા ભીમની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે (Etv Bharat Gujrat)

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 10:47 PM IST

છોટા ભીમ, ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત (છોટા ભીમની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે)

અમદાવાદ:શાળાઓમાં અત્યારે હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે સૌના પ્રિય કાર્ટૂન છોટા ભીમ અને તેની ટીમ ફરીથી બાળકોનું મનોરંજન કરવા માટે મોટા પડદે આવી રહ્યા છે. 31 મે ના રોજ દિગ્દર્શક રાજીવ ચિલ્કાની ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે ભીમ સહિત તમામ સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે આવી હતી.

સ્ટાર કાસ્ટે ગુજરાતી થાળીનો પણ આનંદ માણ્યો:ફિલ્મના બાળ કલાકારોએ પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરી અને તેમની ફિલ્મની રિલીઝ માટે આશીર્વાદ માંગ્યા હતા. સાબરમતી નદીના કિનારે આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં કલાકારોએ લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. સમગ્ર સ્ટાર કાસ્ટે સ્વાદિષ્ટ ગુજરાતી થાળીનો પણ આનંદ માણ્યો હતો.

છોટા ભીમ ફિલ્મ કયા કયા કલાકારો જોવા મળશે:છોટા ભીમ તેની ટોળકી સાથે ઢોલકપુરના લોકોને દમયનના શ્રાપથી બચાવવા દરેકને મદદ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્વના રોલમાં જોવા મળશે. અભિનેતાએ ફિલ્મમાં ગુરુ શંભુની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અનુપમ ખેર અને મકરંદ દેશપાંડે સાથે યજ્ઞ ભસીન લીડ રોલમાં છે. આ ફિલ્મમાં કબીર શેખ (કાલિયા), અદ્વિક જયસ્વાલ (રાજુ), દૈવિક દાવર (ધોલુ), દિવ્યમ દાવર (ભોલુ), આશ્રિયા મિશ્રા (છુટકી) અને સ્વર્ણા પાંડે (ઈન્દુમતી) પણ છે.

ETV ભારતની ફિલ્મ સ્ટાર કાસ્ટ સાથે વાતચીત:ETV ભારત સાથે વાત કરતા ફિલ્મ સ્ટાર કાસ્ટ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ સાથે આ ફિલ્મમાં જે ઢોલું અને ભોલુનો રોલ કરી રહ્યા છે તેઓ રિયલમાં પણ જોડિયા ભાઈઓ છે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી અને રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. બાળકો બધા એવી ઉંમરમાં છે જ્યારે અભ્યાસ પણ જરૂરી હોય છે, ત્યારે તેમને જણાવ્યું કે અમે કામ સાથે સ્ટડીને પણ બેલન્સ કરીએ છીએ. શિક્ષકો અમને તૈયાર નોટ્સ આપે છે એટલે થોડું સરળ થઈ જાય છે. ફિલ્મમાં કાલિયાનો રોલ ભજવતા કબીરે આ ફિલ્મ માટે પોતાનું વજન પણ વધાર્યું હતું.

ફિલ્મનું નિર્માણ કોણે કર્યું છે:રાજીવ ચિલ્કા દ્વારા દિગ્દર્શિત અને રાજીવ ચિલ્કા અને મેઘા ચિલ્કા દ્વારા નિર્મિત, છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન નીરજ વિક્રમ દ્વારા લખવામાં આવી છે અને શ્રીનિવાસ ચિલાકલાપુડી દ્વારા ભારત લક્ષ્મીપતિ સાથે સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત રાઘવ સચ્ચરે આપ્યું છે. આ ફિલ્મ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, ત્યારે જોઈએ આ વખતે છોટા ભીમ અને તેની સેના તેમનો જાદુ બરકરાર રાખે છે કે નહિ.

  1. 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના પ્રમોશન માટે, જાનવી કપૂર બની અમદાવાદની મહેમાન, જાણો જાનવી કપૂર કંઈ ટીમને સપોર્ટ કરે છે ? - Janhvi Kapoor in Ahmedabad

ABOUT THE AUTHOR

...view details