ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં રણવીર જોવા મળ્યો ખાસ યલો લૂકમાં - Anant Radhika Haldi ceremony - ANANT RADHIKA HALDI CEREMONY

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં સલમાન ખાનથી લઈને રણવીરસિંહ સુધી બી-ટાઉનના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. વાંચો હલ્દી સેરેમનીના ટીટ્સ બીટ્સ...

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 10:16 PM IST

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, રણવીરસિંહ, સારા અલી ખાન સહિત ઘણા સેલેબ્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં હાજર રહ્યા હતા. કપલની હલ્દી સેરેમની માટે બોલિવૂડ સ્ટાર્સ યલો ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ હલ્દી સેરેમનીની ઘણા પિક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં સલમાન ખાન નેવી બ્લુ ડ્રેસમાં પહોંચ્યો હતો. હલ્દી સેલિબ્રેટ કર્યા બાદ તે ઓરેન્જ ડ્રેસમાં જોવા મળ્યો હતો. હલ્દી સેરેમની બાદ ઘરે જતી વખતે સલમાને એન્ટિલિયાની બહાર ઉભેલા પાપારાઝીને પોઝ આપ્યો અને તેમનું અભિવાદન પણ કર્યું.

બીજી તરફ, દરેક સેલિબ્રેશનનું મુખ્ય આકર્ષણ બની જનાર રણવીરસિંહ પણ હલ્દી સેરેમની બાદ બહાર નીકળતી વખતે હળદરમાં ડૂબેલો જોવા મળ્યો હતો. માથાથી પગ સુધી તેઓ હળદર અને ફૂલની પાંખડીઓથી લથપથ હતો.

ગયા સપ્તાહના અંતે, સલમાન અને રણવીર બંનેએ અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં પરફોર્મ કર્યું હતું. અનંત અંબાણી સાથે ડાન્સ કરતા બંને સ્ટાર્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રણવીર તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે ફંક્શનમાં પહોંચ્યો હતો અને તેણે સલમાન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'ના પ્રખ્યાત ગીત 'ઈશ્ક દી ગલી વિચ....' પર ડાન્સ કર્યો હતો.

અનંત અને રાધિકાની હલ્દી સેરેમનીમાં સલમાન ખાન ઉપરાંત રણવીર સિંહ, મુકેશ અંબાણીની બહેન દીપ્તિ સાલગાવકર, ભાઈઓ અનિલ અંબાણી-ટીના અંબાણી પણ યલો જોવા મળ્યા હતા. સારા અલી ખાન, અનન્યા પાંડે, જવાન ફિલ્મના ડાયરેક્ટર એટલી, જ્હાન્વી કપૂર, શિખર પહાડિયા સહિત ઘણા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.

  1. ભગવા કુર્તામાં ભાઈજાન, અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં સલમાન ખાનનો ટ્રેડિશનલ લૂક - actor salman khan
  2. જુઓ: સંગીત નાઈટમાં અનંત-સલમાનની જોડીએ મચાવી ધૂમ, ધોનીએ પણ કર્યો જોરદાર ડાન્સ - Anant Ambani Sangeet Night

ABOUT THE AUTHOR

...view details