મુંબઈ: સાઉથની ફિલ્મોની હિટ અભિનેત્રી સાઈ પલ્લવી આ દિવસોમાં નીતિશ તિવારીના ડ્રીમ પ્રોજેક્ટ રામાયણમાં સીતાના રોલને લઈને ચર્ચામાં છે. રામાયણમાં રણબીર કપૂર રામ અને સાઈ સીતાનું પાત્ર ભજવશે. આ દરમિયાન સાઈના ડેટિંગના સમાચારે જોર પકડ્યું છે. સાઈ પલ્લવી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે એક પરિણીત પુરુષ અને બે બાળકોના પિતાને ડેટ કરી રહી છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સાઈ પલ્લવીના ડેટિંગના સમાચારે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. સાઈ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જેને ડેટ કરી રહી છે તે એક્ટ્રેસ કરતા ઘણો મોટો છે અને બંને જલ્દી લગ્ન કરી શકે છે. સાઈ જે અભિનેતાને ડેટ કરી રહી છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે અભિનેત્રીએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેના ચાહકોએ આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.